________________
(૨૬) આ પ્રમાણે ચેતનધર્મરોપ (personification) નું સિદ્ધાંત જેણે ધર્મ અને પુરાણોકત ઈતિહાસના આગલા વિદ્યાર્થીઓને આટલો બધે શ્રમ આ હતો, તે આપણા કામસર કેવીરીતે ઉલટાઈ ગયું છે તે આપણે જોઇયે છિયે. આપણું સિદ્ધાંત ભાષા કેવી રીતે ચેતનધમરોપ આપવા લાગી તે નહિ, પણ કેવીરીત એ ૨૫ કાઢી નાખવાને શતિમાનું થઈ તે છે.
વ્યાકરણની જાતિ.
સાધારણ રીતે એવું ધારવામાં આવે છે કે વ્યાકરણને લગતી જાતિ, નિર્જીવ વસ્તુને જીવંત રૂપ આપવાનું કારણ હતું. પણ એ કારણ તો નહિ પણ પરિણામ છે. બેશક જે ભાષામાં વ્યાકરણ સંબંધી ભેદ પૂર્ણરીતે નક્કી થયો છે તેમાં અને મુખ્યકરીને એવી ભાષાના પાછલા વખતમાં, નિર્જીવ પદાર્થને જીવંત રૂ૫ - પવું કવિયોને સુગમ પડે છે. પણ આપણે અહિં તે ઘણા આગલા જમાના વિષે લિયે છિયે. વળ લિંગદર્શક ભાષાઓમાં પણ એક વખત એવો હતો કે લિંગનાં આ ચિન્હ તેઓમાં હતાં નહિ. આર્ય ભાષા કે જેમણે પાછળથી વ્યાકરણની જાતિની રીત આટલી બધી પૂર્ણપણે ખીલવી, તેઓમાં સર્વથી જુના શબ્દોમાંના કેટલાક જાતિરહિત છે. જેમ પેતર (pater) નરજાતિ, તેમ મેતર (mater) નારીજાતિ નથી, તેમજ નદી, પહાડ, ઝાડ, અથવા આકાશનાં સવથી જુનાં નામે વ્યાકરણની જાતિનાં કઈપણ બહારનાં ચિન્હ દેખાડતાં નથી. પણ સર્વ જુનાં નામે જેકે જાતિ ચિન્હ વગરનાં હતાં તે પણ તેઓ ક્રિયાશત હતાં.
ભાષાની આવી સ્થિતિમાં ક્રિયાશક્તિ અથવા પુરૂષવાચક નહિ એવી વસ્તુવિષે બોલવું લગભગ અશકય હતું. પ્રત્યેક નામ કોઈ પણ ક્રિયાશત વસ્તુ દેખાડતું હતું. જે કલકસ (calx)=એડીને અર્થ લાત મારનાર થાય તે કલકસ અર્થ પર એવો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com