________________
(૨૩) ઘોંઘાટ કરેનાર (નદી અથવા ઘુની); અથવા જો તે સીધીને સીધીજ વેહતી હોય તે ખેડનાર અથવા હળ (સીરા નદી, સીરા=હળ અથવા તીર); અથવા ખેતરોને જે તેથી પુષ્ટિ મળતી જણાય તો મા (માતર) ; અથવા જો તે એક દેશને બીજા દેશથી છુટો પાડતી અને બચાવ આપતી હોય તે બચાવનાર (સિંધુ, સિંધ, સિધતિ=દુર રાખવું તે ઉપરથી). આ સઘળાં. નામમાં તમે જશે કે નહી જાણે કામ કરતી હોય એમ ગણાયેલી છે. જેમ માનસ દોડે છે, તેમ નદી પણ દોડે છે; જેમ માનસ બુમ પાડે છે, તેમ તે પણ બુમ પાડે છે; જેમ માનસ ખેડે છે, તેમ તે પણ ખેડે છે; જેમ માનસ ચોકી કરે છે, તેમ તે પણ કરે છે. પેડલ વેહલે નદીને હળ કહેલી નથી, પણ ખેડનાર કહેલી છે; એટલું જ નહિ પણ હળને પિતાને પણ લાંબા વખત સુધી એક સાધન તરીકેજ માત્ર નહિ પણ એક કર્તા તરીકે ગણેલું છે. હળ છે તે જુદું પાડનાર, કે ચીરનાર, કે વરૂ છે, અને તેથી દરમાં રેહનાર ડુક્કર અથવા ચીરી નાખનાર વરૂનું જે નામ તે જ ઘણીક વેળા હળને આપ્યામાં આવે છે.*
દરેક પદાર્થને ક્રિયાશક્ત તરીકે ઓળખવામાં
આવ્યો તે વિષે.
આ પ્રમાણે હવે આપણે સમજવા માંડિયે છિયે કે, અસલી માનસની આસપાસ જે આખી સૃષ્ટિ હતી તે તેણે કેવી રીતે જેરવી અથવા પચાવી, એટલે કે દરેક જગ્યાએ તે જે ક્રિયા કરતો હતો તેને મળતી કિયા શોધી કહાડી, અને જે અવાજે આગળ તેની પોતાની ફિયાસાથે કરવામાં આવતા હતા તે અવાજે તેની આસપાસના ક્રિયાકારોને લાગુ પાડયા.
* વ૮માં વિકનો અ વરૂ અને હળ બંને થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com