________________
(૧૯) પણ આપણે એથીએ આગળ વધી શકશું ; કાકે હિંદુમાનના આર્ય લોકોની ભાષા સાથે ગ્રીસ, તલ, અને ધૂરપના બાકીના ભાગના આર્ય લોકોની ભાષાનો મુકાબલો કર્યાથી આથે પ્રજા જુદા જુદા ટોળામાં વેંહચાઈ ગઈ તેની આગમચ જે ભાષા બેલાતી હતી તેનો કેટલોક ભાગ પાછો ઉત્પન્ન કરી શકાશે.
અખંડિત આર્ય ભાષાની સાક્ષી.
અસલી આર્ય લોક નદી તથા પહાડવિષે, થ્વિ તથા આકાશ વિષે, અરૂણોદય તથા સૂર્ય વિષે શું ધારતા હતા તથા એ પદાર્થોમાંથી જે કાંઈતઓના ઈદ્રિયજ્ઞાનથી જાણવામાં આવતું તે વિષે શું વિચારતા હતા, તે હજી પણ આપણ થોડીક હદ સુધી નક્કી કરી શકશું, કેમકે તેઓએ આ પદાર્થોને કેવી રીતે નામ આપેલાં છે તે આપણે જાણિયે છિયે. આ પદાર્થોનાં નામ તેઓએ તેમની ક્રિયાશક્તિની કાંઈક રીત જવા ઉપરથી આપ્યાં છે કે જે શકિતવિશે તેઓ પોતે સારી પેઠે જાણીતા હતા; જેમકે મારવું, ધક્કો મારવો, ઘસવું, માપવું, જેડવું અને જેની સાથે પેહલાંથીજ અમુક અવાજે અવશ (બેતાકાદ*) થતા હતા ; આ અવાજે ભાષાવિદ્યામાં જેને મૂળ કહે છે તે રૂપે હળવે હળવે બદલાઈ ગયા.
હાલ જેટલું મારી સમજવામાં આવે છે તે પ્રમાણે તે સઘળી ભાષા તથા સઘળા વિચારોનું આ મૂળ છે, અને અનુમાન તથા મહાભારત ગ્રંથકર્તાઓના વિધવિધ વાંધાઓથી ગુચવાયા વગર પ્રેદેસર ને આ વાત ખુલી રીતે આપણી આગળ મુકી તેમાં તેની ફીલસુફીની ખરેખરી ખુબીછે એમ ધારું છું.
બેતાકાદ અવશ પોતાની મેળે થઈ જતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com