________________
માનસ જાતને ડહાપણના પાઠ શિખવતો હતો; પણ ત્યાર પછી તે તેઓ પાસેથી જતા રહ્યા, અને હમણા તેઓથી ઘણો દૂર આકાશમાં નિવાસ કરે છે.” હિંદુઓ પણ એમજ કહે છે; અને તેઓ તથા અનાનિચે આપણને જણાવે છે કે દેવો વિષે તેઓ જે કાંઈ માને છે તે તેઓના પૂર્વજોની સત્તા ઉપરથી છે, કે જેઓ દેવોજોડે વધુ નિકટ સંબંધમાં રહેતા હતા.
પણ સવાલ એ છે કે દેવો વિષે વિચાર, અથવા જે કાંઇ આપણા જેવામાં આવતી નથી તેવી વસ્તુનો વિચાર, પહલવેહલો માનસના મનમાં, વળી ઘણાજ પુરાતન વખતના આપણા વડીલોના મનમાં પણ, શી રીતે આવ્યો? “ઈશ્વર” એવો વાગ્યે માનસને કેમ મળ્યો એ ખરું સિદ્ધાંત છે. કારણકે દેખીતા અથવા અણદીઠ કોઈ પણ પદાર્થને તે વિચાર લાગુ પાડે તે આગળ માનસે પોતે તે વાચા સારી પેઠે સમજેલો જોઈએ.
અંતર પ્રકટિકરણ.
--00 – જ્યારે એવું માલુમ પડયું કે બહારની (ઈન્દ્રિયોની) શાક્ષિથી અનન્ત, અણદીઠ અથવા દિવ્ય એની ભાવના આપણા મનવિશે ઠસાવી શકાતી નથી, ત્યારે એવું ધારવામાં આવ્યું કે એ અગવડ કોઇ બીજા શબ્દથી મટાડી શકાશે. કેટલીક બાજુથી આપણને જણાવવામાં આવ્યું છે કે માનસમાં કોઈ ઘર્મસૂચક અથવા વહેમરૂપી પ્રેરણા છે, જેથી બીજાં સર્વ પ્રાણિયો કરતાં એકલું માનસજ અનન્ત, અણદીઠ તથા દિવ્યવિષે વિચાર બાંધવાને શકિતવાન થયું છે.
હવે આ જવાબને પણ પાર્થપજાને અનુસરતી સાદી ભાષામાં ફેરવી નાખિયે તો, હું ધારું છું કે આપણી ભોળાઈથી આપણે પોતે અજાયબ થઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com