________________
(૩) બાહ્ય પ્રકટેકરણ -
જે માત્ર શબ્દોથીજ આપણા વિચાર જણાવી શકાય એવું આપણે ધારતા હતા, તે આપણને કેહવું પડત કે સઘળા ધર્મવિષયક વિચારો જે ઇન્દ્રિય જ્ઞાનની હદ બહાર જાય છે, તેઓ કોઈ બાહ્ય પ્રકટિકરણને આધારે હોવા જોઈએ. આ પ્રમાણે બાલવું ઠીક લાગે છે, અને આ દુનિયામાં એવો ધર્મ તો કોઈ ભાગ્યેજ હોય જેવિશે આમ સમજાવવામાં ન આવતું હોય. પણ આ તકરાર જયાં જયાં આપણને નડતી આવે ત્યાં ત્યાં તેને પદાર્થપૂજનારની ભાષામાં માત્ર મુકવી જોઈયે, એટલા માટે કે ધર્મવિષયક વિચારોનાં મળ તથા વૃદ્ધિને એતિહાસિક અભ્યાસ કરવામાં આપણને જે જે અડચણ નડે છે, તે તે કાઢી નાખવામાં એ તકરાર કેટલી થોડી કામે લાગે છે તે જણાય. ધારોકે આપણે આશાની લોકના એક ધર્મગુરૂને પુછયું હેચ કે “તમે કેમ જાણ્યું કે તમારો ભકિતપદાર્થ સાધારણ પથ્થર નથી પણ કોઈ બીજી વસ્તુ છે ; પછી તેને જે તમારે ગમે તે સમજ”. અને ધારો કે તે એવો જવાબ છે કે એ ભક્તિપદાર્થે પિતે મને એવું કહ્યું છે–તો તે પ્રસંગે આપણે શું જવાબ દઈયે? અને તે પણ પ્રથમ પ્રકટિકરણને વિચાર, પછી તમારે ગમે તે આકારમાં તેને મુકો તોય, સદા એકલી આ તકરાર ઉપર આધાર રાખે છે. માનસના જાણવામાં કેમ આવ્યું કે સ ષ્ટમાં દેવો છે ? કાલે એતો દેવોએ પોતે જ માનસને કહ્યું છે. આ એક એવો વિચાર છે કે જે અતિકનિષ્ટ તેમજ અતિશ્રેષ્ઠ સુધારેલી જાતોમાં જોવામાં આવે છે. આફ્રિકાના લોકોમાં આ એક ચાલુ કેહવત છે કે “ હમણા કરતાં આગળ આકાશ માનસની વધારે પાસે હતું, તથા સર્વથી મોટા દેવ, જગતકર્તા પોતે જ
* પ્રકટિકરણ એટલે ખુલ્લું કરવું તે, માનસને કાંઈ ગેબી અથવા કુદરતી બશારત
થાય છે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com