________________
(૨)
ધર્મનું પ્રમાણ સઘળી જ રીતે કદિયે ઈન્દ્રિય
ગમ્ય હોતું નથી.
સઘળા ધર્મો, પછી તેઓ બીજી બાબદોમાં ગમે એવા જુદા પડતા હોય, પણ આ એક વાતમાં સદા મળતાજ છે તે એકે તેઓનાં પ્રમાણ કદી ઇન્દ્રિને બળે સઘલી જ રીતે પરખાય એવાં નથી હોતાં. આ નિયમ પદાર્થ પુજાને પણ લાગુ પડે છે; કેમકે જયારે એક જંગલી પિતાને ભકિતપદાર્થ (Fetish)ની પૂજા કરે છે, ત્યારે તે એક સાધારણ પથ્થરને જ પૂજે છે એમ નથી, પણ તે પથ્થર કે જેનો સ્પર્શ કરી શકાય અથવા જેને પકડી શકાય, તે ઉપરાંત કાંઈ બીજી વસ્તુને પણ પૂજે છે, કે જે વસ્તુ આપણા હાથ, કાન, અને આંખની શકિતથી જણાતી નથી.
આવું શાથી બને છે? એવી કઈ એતિહાસિક કિ. યાથી આપણી ખાતરી થાય છે કે જે કાંઈ આપણી ઇન્દ્રિયોથી માલમ પડે છે તે સિવાય તેમાં બીજું પણ કાંઈ અદ્રશ્ય છે કે હિય, જેને ટુંક વખતમાં આપણે અનન્ત, અદ્ભૂત કે દિવ્ય કહેવા શિખ્યા? બેશક કદાપિ એમ પણ હોય કે જે વસ્તુઓને આપણે અણદીઠ, અનન્ત અને દિવ્ય ગણિયે છિયે, તેમાં કેવળ આપણી ભૂલ અથવા કેવળ વેહમ હૈય. પણ જે એમ હોય તે આપણને જાણવાની વધારે જરૂર છે કે દુનિયાના આરંભથી તે આજ સુધી જે માનસો બીજી સર્વ વાતે દેખીતી રીતે સાવધ જણાય છે, તેઓ આ એકજ બાદમાં મૂઢ કેમ બન્યા? એનો આપણને જવાબ મળવો જોઈએ છે; જો નહિ મળે તે ધર્મને યથાશાસ પ્રતિપાદન માટે કેવળ અયોગ્ય ઠરાવવો પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com