Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 75 ઉચ્ચારતાં જ અંતરના વિકારે ઉપર સંયમ આવતાં સ્પષ્ટ - સુખદર્શન. થશે. પછી સ્ત્રી એક માતા રૂપેજ આંખ આગળ રહેશે! તેના તરફ, જતાં જાતીય આકર્ષણ નહીં રહે. અને એક કલ્પના આકાર લેશે કે અરે એ તો “માતા” છે. પછી બધી જ કલ્પનાઓ બદલાઈ જશે. તરતજ ખ્યાલ આવશે કે અરે, હું કઈ ક્ષુલ્લક દૃષ્ટિએ જોઉં છું એના. અંગોપાંગે વાસનાના ઉપભોગ માટે નથી પણ મોટા ઉપયોગના છે. એનું મુખ તે વાત્સલ્યના મધુર વચનામૃતોથી ભરપુર છે. તેનું વદન. પ્રતિભાનો પૂંજ છે. તેનાં લોચન વાત્સલ્યની અમી દૃષ્ટિના આગાર છે.. તેના સ્તનો તો વાત્સલ્ય સુધાના અખંડ સ્ત્રોત છે. માતાનું ઉદર, નરરત્નનો રત્નાકર છે. માતાનાં નાભિ અને નિતંબ યોગનાયેગની આધારશિલા છે. મા તે એક વસુધાનું વૈકુંઠ છે. આમ માતાનું એકેએક અંગ પવિત્ર છે. મારી વાત્સલ્ય સાધનામાં તેનો ઉપયોગ થઈ શકે ઉપભોગ નહીં. આ રીતે 3 મિયા બોલવાથી વિકારો ઉપર સહજ સંયમ થાય છે અને સંયમને આલ્હાદક આનંદ મળે છે. આજે જગતમાં માતૃજાતિની ઘોર દુર્દશા થઈ રહી છે. “મિયા ”થી. એ પણ લાભ છે કે તે માતૃજાતિ તરફ માન રાખવા તેમ જ તેમને ઉદ્ધાર કરવા માટે સતત જાગૃતિ રખાવશે. આજે માતૃજાતિને ન્યાય મળતો નથી. અગાઉ તો ભારતમાં સ્ત્રીઓને પૂજવામાં આવતી પણ. આજે અહીં વિપરીત સ્થિતિ છે. અન્ય દેશોમાં તો સ્ત્રીઓને તેમના. ન્યાયયુત હક્ક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. આજે જે કે નામને હક્ક અને અધિકાર પાશ્ચાત્ય દેશોમાં અમૂક અંશે છે પણ ઊંડા ઊતરીને જોવા જઈએ તો તે પુરૂષોની સ્વચ્છંદતાને પોષવાનું રમકડું માત્ર છે. ભારતમાં હંમેશાં સસ્કૃતિની દૃષ્ટિએ વિચાર થયો છે એટલે પૂર્વકાળમાં માતૃજાતિ પ્રત્યે આદર અને ભાન હતાં જ. તેના અનેક પ્રમાણે ઉપનિષદો, સ્મૃતિઓ અને વેદોમાં મળી આવે છે - मातृदेवो भव - માતા દેવ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust