Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 256 ત્યારે જ થઈ શકે જ્યારે પિતાને સંપત્તિને માલિક નહીં, પણ ટ્રસ્ટી ગણે. તો તેને સંપત્તિને મોહ નહીં રહે; મમત્વ બુદ્ધિએ સંગ્રહ કરવાનું મન નહીં થાય; અન્યાય તેમજ અનીતિથી સંપત્તિ કમાવાની ધૂન નહીં લાગે અને જે કમાશે તેમાં સમાજને ભાગ છે, એમ સમજીને જ્યારે પણ ગામમાં, નગરમાં કે સમાજમાં કોઈ ભાઈને દુખી જશે, ખરાબ હાલતમાં જોશે, બેકાર જેશે, તે તેને મદદ કરવાની ભાવના આપોઆપ તેનામાં જાગશે. ભૂખ્યો કે દુ:ખી માણસ અનીતિને રસ્તે ન ચડે, તે ચોરી ન કરે તેની તે તકેદારી રાખશે. તેમજ તેવા માણસને અનીતિને રસ્તે ચડવું પડે તો તેમાં પિતાની જાતને તે જવાબદાર ગણશે; અને તેને ન્યાય-નીતિના રસ્તે લાવવા બધું કરી છૂટવા પ્રેરાશે. જૂના વખતમાં પૈસાદાર માણસો, પૈસાને સમાજની મૂડી સમજતા અને જ્યારે-જ્યારે દુષ્કાળ કે અમુક કપરા પ્રસંગે આવ્યા ત્યારે–ત્યારે તેમણે અનાજ તથા ધનના ભંડારો ખુલ્લા મૂકી દીધેલાં. ખીમો દેદરાણી અને ભામાશા, વસ્તુપાળ-તેજપાળ કે જગડુશાહના જીવન પ્રસંગમાં એ વાતો મળે છે. એટલું જ નહીં, જેમણે એ વખતે ભૂલ કરી સમાજ વાત્સલ્યથી જેઓ ચૂક્યા તેમણે પાછળથી પસ્તાવો કર્યો અને વળતર આપ્યું. આને એક દાખલો નીચે મુજબ અત્યંત ઉચ્ચ આદર્શથી પ્રેરાયેલો છે. ધારાનગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતા હતા. ધનવાન હતા પણ લોભી વૃત્તિ ખરી. એટલે કોઈ ગરીબ કે દુઃખી ભાઈને જોઈને તરત મદદ કરવાનું સૂઝે નહીં. તેજ નગરમાં જિનપાળ નામને એક ગરીબ શ્રાવક પણ રહેતો હતો. તેના બાપની જાહોજલાલી હતી અને જિનદાસ શેઠ સાથે બનતું પણ સારૂં. બાપના મરણ બાદ જિનપાળની હાલત બગડતી ગઈ અને અંતે એટલે હદ સુધી કથળી ગઈ કે તેમના ઘરે ત્રણે દિવસના લાંઘા થયા. પતિ પત્ની વિચારમાં પડ્યા કે શું કરવું? તેમને જિનદાસ શેઠ. યાદ આવ્યા. તેઓ મદદ કરે તો ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Taust