Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 329, - સંત વિનેબાજી અગાઉ કહેતા : " ગાંધીજીની કાંધે બેસવાથી નવું અને જૂનું બને જોઈ શકું છું.” પણ જ્યારે તેમણે તંત્ર-મુક્તિને. કાર્યક્રમ મૂક્યો ત્યારે તેમને કહેવું પડયું : “ગાંધીજી સંસ્થાઓ સ્થાપતા અને વિસર્જન પણ કરતા. એ સંસ્થાઓ વચ્ચે રહીને તેઓ તેમની તકેદારી બરાબર રાખી શકતા પણ મારામાં એ શક્તિ નથી.” આમ કહેવાનું કારણ તેમના વૈદિક સવિશેષે વેદાંતના સંસ્કારો છે. એટલા માટે જ જ્યારે જ્યારે તેમની સંસ્થાઓમાં કાંઈ અનિષ્ટો થાય કે ગોટાળા થાય ત્યારે ત્યારે તેમાં ઊંડા ઊતરી, કારણ તપાસીને દૂર કરવાનું , , તેમનાથી થતું નથી. ઊલટું તેઓ કંટાળીને કે એ અનિષ્ટોને ચેપ અમને લાગી જશે એ બીકે સંસ્થાથી છેટા રહે છે. એ સંસ્થાઓની શુદ્ધિ કરવા અને નિલેપ રહીને એમાં પેસેલાં અનિષ્ટોને નિવારવા પ્રયત્ન કરતા નથી. સંસ્થામાં દોષપ્રવેશને જ ઉલ્લેખ કર્યા કરે છે, અને નવી સંસ્થાઓની સ્થાપના કરવી પસંદ કરતા નથી. એની વિરૂદ્ધમાં તેમણે તંત્ર-મુક્તિને (સંસ્થા ઉત્થાપનનો) કાર્યક્રમ મૂક છે. આનું પરિણામ એ આવ્યું છે કે જૂની રચનાત્મક સંસ્થાઓ તૂટી જાય છે; નવી ઘડાતી નથી તેમ જ જુના રચનાત્મક કાર્યકરોને પણ નવા તકવાદી કાર્યકરોના કાર્યોથી બદનામ થવું પડયું છે. અને ભૂદાન કાર્યક્રમ જે સરળ અને સફળ લાગતો હતો તે પાર પડવાના બદલે ગૂંચવાતો જાય છે. એની વિરુદ્ધમાં વિશ્વ વાત્સલ્યના પ્રયોગો અંગે પણ ચકાસણી કરી જોઈએ. વિશ્વવાસલ્ય સુસંસ્થામાં માને છે. સારા સંગઠનમાં તેને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે સંસ્થા છે ત્યાં ધનસંગ્રહ અને જનસંગ્રહ જશે એમ માને છે. એ સાથે વહીવટ અને જનઘડતરની આવશ્યકતા સ્વીકારે છે કારણકે તેના અભાવે કાર્યકરે અને જનતાનું ઘડતર ન થઈ શકે; તેમજ વ્રતોને આચરણમાં ન મૂકી શકાય. આટલું બધુ કરતાં યે અટપટા પ્રશ્નો આવે ત્યારે વિશ્વ વાત્સલ્યને પ્રયોગકાર કંટાળતો નથી. તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે; એથી પ્રજાનું અને પ્રજાસેવકોનું ઘડતર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust