Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ . 367 સંગઠને નથી, પોતે ઊભાં કરતાં નથી અને ઘડવાની પણ જવાબદારી લેતા નથી. એનું કારણ એમની વેદાંત સંતવૃત્તિ છે. તેમણે સત્યઅહિંસાની અને વિષમતા દૂર કરવાની વાત કરી, કાર્યકરોને પણ સત્તાલક્ષી બનવા કરતા સેવાલક્ષી બનવાની વાત કરી. પણ, એથી રાજ્ય સંગઠન (સત્તા)ની શુદ્ધિ કે ઘડતર કરવાના બદલે સર્વેદથી કાર્યકરો કોંગ્રેસની ટીકા કરવા મંડી પડ્યા. એથી બીજા પક્ષો નજીક , આવ્યા પણ એકંદરે સર્વોદયી કાર્યકરોને તેમનો કડવો અનુભવ થયો અને બધાને ભેળવતાં સર્વ પક્ષોનો ખીચડો કરી નાખ્યો અને લોકોની કોંગ્રેસ પ્રતિ શ્રદ્ધાને ડહેળાવી નાખી. પરિણામે કેટલાક સારા કોંગ્રેસ કાર્યકરો પણ કોંગ્રેસમાંથી ખસી ગયા. આ નીતિથી સંસ્થા ઘડાતી નથી કે કાર્યકરે પણ ઘડાતા નથી. સર્વોદયી કાર્યકરોએ ગમે તે કારણે એમ માની લીધું છે કે વિનોબાજી જાતે સંસ્થામાં માનતા નથી. પણ ખરેખર એવી વાત નથી. વિનોબાજી સંસ્થામાં માને છે, પણ સંસ્થાને ઘડવામાં માનતા નથી. આના સંદર્ભમાં તેમણે પરિસ્થિતિ-પરિવર્તનના કાર્ય પ્રસંગે કહ્યું હતું કે “ગુણવાન સંસ્થાઓને રાખવી, દોષ મુક્ત સંસ્થાઓને છોડવી અને જેમાં ગુણ વધારે અને દોષ ઓછા હોય તેવી સંસ્થાઓને પણ રાખવી અને ઘડવી.” પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થા જરૂરી છે, પશુ, સંસ્થાને ઘડવાનું કામ સમાજનું છે, એમ તેઓ માને છે. જ્યારે વિશ્વ વાત્સલ્ય પરિસ્થિતિ–પરિવર્તન માટે સંસ્થાઓ સ્થાપવાની અને ઘડવાની જવાબદારી પ્રાયોગિક સંઘ અને ક્રાંતિ પ્રિય સાધુઓની માને છે. તે મતલબ એ કે આજના સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય વચ્ચે સૈદ્ધાંતિક ફરકે બહુજ ઓછો છે. ફરક છે એના પ્રયોગની પ્રક્રિયામાં. એના લીધે ભૂમિદાન કાર્યક્રમમાં ગૂંચવાડા ઊભા થાય છે અને પ્રાયોગિક સંધવાળા પણ દૂર રહે છે. બન્ને નજીક આવે એની ભૂમિકા તૈયાર થવી જોઈએ. * * * * . . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.