Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 381 ઉલ્લેખ પ્રશંસાપૂર્વક કરાય છે. યુરોપમાં પણ થોડા ઘણા અંશે આજ વસ્તુ રાજ્ય માટે સ્વીકારાઈ છે. ત્યાં પણ રક્ષણ કરે તે રાજ્ય કહેવાતું. રાજ્યનું મુખ્ય અને પ્રથમ કામ લોકરક્ષા કરવાનું હતું, અને રાજ્યની આવશ્યકતા પણ એ અર્થોમાં સ્વીકારવામાં આવી હતી. જેમ બે—પાંચ મહલાવાળાઓ ઘરની રક્ષા કરવા માટે ગુરખાઓને રાખે છે, ગામવાળાઓ ચોકીદારને રાખે છે અને સાધન-સંપન્ન માણસ પિતાની સંપત્તિ અને જાનમાલનું રક્ષણ કરાવે છે તેમ આખો દેશ કે પ્રદેશની રક્ષા માટે કોઈ એક માણસ કે બધા માણસો મળીને ન કરી શકતા, તેમણે એક એવા શકિતશાળી મોટા માણસને રક્ષા માટે નીમ્યો અને તેને કહ્યું : “તમે અમારા જાનમાલની રક્ષા કરે ! અમે તમને અમુક સગવડે, કરવેરા વગેરે આપશું, સન્માન આપશું. તમારી વાતોનો આદર કરશું.” આમ રક્ષા કરવા માટે રાજા નામની વ્યકિત આવી અને તેણે પ્રજાના જાનમાલની હિતરક્ષા માટે જે વ્યવસ્થા બેસાડી તે રાજ્ય કહેવાયું. એક માણસે બીજાની કાંસકી લઈ લીધી, ત્યારે બીજાને એમ લાગે કે આજે એણે કાંસકી લઈ લીધી, કાલે સારી વસ્તુ લેવાનું છે મન પણ થઈ જાય. માટે એને બંદોબસ્ત કરવો જોઈએ. માણસના દેહની ઈચ્છાઓ સંતોષાય, અમૂક ઇચ્છાની પૂર્તિમાં બીજો માણસ અંતરાય ઊભો ન કરે, બીજે માણસ ઝડપી લેશે તો હું ભેગવી શકીશ નહીં માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આમ પોતાની કામના જાળવવી અને કામના તે જ જળવાય–જે બીજો માણસ એને ઝૂંટવે નહીં, આમાંથી કામ-પુરૂષાર્થને પોષવામાંથી રાજ્ય નામની સંસ્થાની જરૂર પડી. તેને અંકુશ પ્રજાએ સ્વીકાર્યો અને રાજ્ય ઉપર અમૂક માણસ નીમ્યો જે એના માટે યોગ્ય હોય. તેને લોકોએ કહ્યું : “તમે જે કંઇ નિયમો કરશે તેને અમે પાળશું. તમે હુકમ કરશો એ પ્રમાણે ચાલશું. તમે અમારું રક્ષણ કરજો !" આમ રાજ્યની પહેલી ફરજ રક્ષણની આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust