Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ [12] વિશ્વવાત્સલ્યમાં માલિકી હકમર્યાદા [ 9-10-61] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં મૂળ બે વ્રતો ઉપર આ અગાઉ સારી પેઠે છણાવટ થઈ ગઈ છે. હવે ત્રીજા મૂળવત-માલિકી હકમર્યાદા " ઉપર વિચાર કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠશે કે માલિકીહક મર્યાદા શા માટે ? માણસ કઈ પણ વસ્તુ ઉપર માલિકી ન રાખે; છૂટથી ઉપાર્જન કરે અને છૂટથી તેને વાપરે એમાં શું ખોટું છે? જેમ યુગલિયા કાળમાં કે આદિમાનવ સંસ્કૃતિના કાળમાં હતું; તેમ ભગવાન ઋષભદેવના વખતે માલિકીને પ્રશ્ન જ નહોતો. એટલે હક ભોગવવાની વાત પણ ન હતી. તે વખતે કોઈ પણ માણસ કોઈ વરતુ ઉપર માલિકી રાખતો નહીં. પ્રકૃતિના ખોળામાં રહી તેની અસીમ વસ્તુઓ મુક્તપણે જેને જેમ ફાવે તેમ આ લોકો (યુગલિયા) વાપરતા. તેઓ સંધરતા નહીં. ઘણાને એમ થાય છે કે શું તેમ આજે ન થઈ શકે ? એના ઉત્તરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ઋષભદેવે સમાજરચના કરી; સમાજની બધી વ્યવસ્થા ગોઠવી અને તરત માલિકીને પ્રશ્ન ઊડ્યો. એટલે જ્યાં સમાજ આવ્યો ત્યાં તરત જ મર્યાદાઓ આવવાની. અમુક વસ્તુ ઉપર કોને હક એ પણ પ્રશ્ન P.P. Ac. Gunratnasuri M.S.