Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 21 ભગવાન મહાવીર્યની પ્રતિ લીધે ભારતીય ધર્મોમાં તે જૈનધર્મે સ્ત્રીઓને પણ દીક્ષા આપવાની પહેલ કરી છે અને ભગવાન મહાવીરે તે એવા વિરોધી વાતાવરણમાં એ વસ્તુને કરી બતાવી છે. જ્યારે વિરોધી વાતાવરણ હતું; તે વખતે સ્ત્રીઓને પગની મોજડી, પુરૂષની દાસી, ભોગવિલાસની પૂતળી, પશુની જેમ ગુલામરૂપે ખરીદવાની કે ભેટ આપવાની વસ્તુ ગણવામાં આવતી. આવા વિધી સમયમાં ભગવાન મહાવીરે ન કેવળ સ્ત્રીઓને સંઘમાં સમાન સ્થાન આપ્યું પણ તે વડે તેમણે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાપના કરી. જે તેમણે ચંદનબાળા જેવી સાધ્વીને સહયોગ સંઘ રચનામાં ન લીધો હોત તો તેમણે જયંતી, રેવતી, શિવાનંદા, અગ્નિમિત્રા જેવાં અનેક નારી રત્નોને મેળવીને સમાજની જે સર્વાગી ક્રાંતિ કરી હતી, તે ન કરી શક્ત. સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ભગવાન મહાવીરને સાથ ન મળ્યો હોત તો ચંદનબાળા જેવી કેટલીયે સાધિકાઓએ જે આત્મ વિકાસ સાધ્યો, તે ન સાધી શકત. આ બધી વાત ઉપરથી એક વાત અત્યંત સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રત નવું ઉમેર્યું પણ તેમણે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં સ્ત્રી અને પુરૂષને સાધક અને સાધિકાને અતડાં રહેવાનું સૂચવ્યું નથી. કેવળ સાધુ નહીં, સાધ્વી પણ; કેવળ શ્રાવક નહીં, શ્રાવિકા પણ; એમ તેમણે સ્ત્રી-પુરૂષને હાર્દિક સહયોગજ નહીં, પરસ્પરની પૂરકતાને પણ આવશ્યક ગણી. એટલે જ ચતુર્વિધ સંઘમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને એકબીજાના પૂરક અને પ્રેરક ગણ્યા અને એ રીતે નારીને સંપૂર્ણ પ્રતિષ્ઠા આપીને જ બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનાવ્યું. બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં, સંધને હાસ થશે એવો ભય રાખતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે, તેમજ સ્ત્રીઓના પ્રશ્નોના ઉકેલ માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા વગર છૂટકોજ ન હતો. પાછળથી બુદ્ધ ભગવાનને વારાંગના નિમિત્તે આ સત્ય સમજાયું અને તેમણે ઉપાસક-ઉપાસિકા અને ભિક્ષ-એ ત્રણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust