Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 221 ભય રહે છે. જેઓ દાંપત્ય જીવનમાં યુવાવસ્થામાં બ્રહ્મચર્ય સ્વીકારે છે, તેમણે સમાજસેવા, સુશ્રુષા કે શિક્ષણ એવી કોઈને કોઈ લોકોપયોગી પ્રવૃત્તિમાં પડવું જોઈએ. ઘણી વિધવા બહેનોને ફરજ્યિાત બ્રહ્મચર્ય પાળવું પડે છે પણ એવી બહેનોની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા થતી નથી. અને સાથે જ બ્રહ્મચર્યને પણ પ્રતિષ્ઠા મળતી નથી. એટલે બ્રહ્મચર્યની સમાજવ્યાપી પ્રતિષ્ઠા કરવી હોય તો એવી બ્રહ્મચારિણી બહેનનું ઘડતર સારી પેઠે થવું જોઈએ. તેમનું એ ઘડતર સર્વાગી દષ્ટિવાળી ક્રાંતિપ્રિય સાધ્વીઓ વડે થાય તો તેના સુંદર પરિણામો અવશ્ય આવશે. અનીતિને ધધો કરતી અને અનીતિને માર્ગે જતી વેશ્યા બહેનોને પ્રશ્ન; અનાથ, મધ્યમવર્ગી અને ગરીબ બહેનો જ્વલંત પ્રશ્ન ધર્મદષ્ટિએ ઉકેલવામાં આવે તો આ રીતે સાધુ-સાધ્વીઓની. સાધના સર્વાગી બની શકે. એક મોટું ભયસ્થાન બ્રહ્મચર્યની સાધનામાં આજના યુગને પાશ્ચાત્ય પ્રવાહ છે, જે ભોગને પ્રધાન સ્થાન આપે છે. તેના લીધે આજે બ્રહ્મચર્યનાં મૂલ્યો ખોવાઈ રહ્યાં છે. ફેશન આવવાથી સાદાઈચાલી ગઈ છે અને વેશભૂષાની સાદગી અને મર્યાદાના અભાવે આજનો યુવાન વર્ગ અસંયમના માર્ગે ઘસડાઈ રહ્યો છે. તેમ જ કૃત્રિમ સંતતિ-નિયમનના . સાધને વડે આજના દંપતિઓમાં સંયમનો હાસ દિવસે દિવસે વધત. જઈ રહ્યો છે. તેને અટકાવવા માટે આવી બ્રહ્મચારિણી, કુમારિકા બહેને વડે પ્રયત્ન થાય; બ્રહ્મચારી દંપતિઓ વડે સંયમનું વાતાવરણ પેદા કરવામાં આવે તો બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનતાં વાર નહીં લાગે. આવા બ્રહ્મચારી દંપતિઓ જે સમાજસેવા, સંસ્કારસિંચન કે શિક્ષણના કાર્યો કરતાં થાય તો તેમના વાત્સલ્યને લાભ સમસ્ત સમાજને મળે અને સાથે જ બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા સરળતાપૂર્વક થઈ શકે. ) ( ' આ માટે સાધ્વી સમાજનું ઘડતર પણ યોગ્ય, પુખ્ત અને શાસ્ત્રીય ભાષામાં ગીતાર્થ સાધુઓ વડે થવું જોઈએ. આજે ગીતાર્થ સાધુઓ તે જ કહેવાશે જેમને સમાજને સર્વાગી અનુભવ-જ્ઞાન હશે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust