Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 102 આટલા જુદા જુદા પુરુષ અને સ્ત્રીઓ સાથે રહેતા છતાં અધિકારી ભાવે રહી શકે છે. કેઈપણ પ્રકારના ચિત્તકલેશ વિના કોઈપણ પ્રકારના ભય વિના નિર્ભયતાપૂર્વક સહજીવન ગાળી શકે છે. આ પ્રણાલી જળવાય છે, એનું કારણ કુટુંબ ભાવનાના વર્ષોના સહજ સંસ્કાર છે. ત્યાં વિકાર જોવામાં આવતા નથી. આમ કામ-વિકારનું ઉપશમન કરવામાં કે કામ-વિકારને મંદવામાં કુટુંબ-એકમને અગત્યને ફાળે છે અને તેણે વિશ્વ વાત્સલ્યના માર્ગને સરળ કર્યો છે. એવો જ બીજો ગુણ કુટુંબ એકમે ખિલવ્યો છે તે છે નિર્લોભને. એક કુટુંબમાં એક સભ્ય કમાય, બીજે ને કમાય ! એક વધુ કમાય અને એક ઓછું કમાય તોયે સેને સરખાં ગણીને ચાલવાનો કાયદે કુટુંબ વડે જ આવ્યો છે. એક રીતે તે નિર્લોભાવૃત્તિને કેળવે છે. ઘણીવાર કુટુંબમાં સાથે રહેતાં એવું પણ બને છે કે કોઈને રીસ થાય. કોઈ આવેશમાં આવી જાય કોધે ભરાઈને વઢવાડપણ થાય તે છતાંયે છેવટે તે કુટુંબ માટે સારૂ નહીં, એમ કહી તેના અંગે શરમાવું પડે, પસ્તાવું પડે કે ગમખાઈ જ પડે. આમ ક્રોધ ઉપર અંકુશ આવે. “ડાંગે માર્યા પાણી ન છૂટે તેમ ભાઈઓનાં હેત ન છૂટે!” એ કહેવત કુટુંબ ભાવનાનું જ પ્રતિબિંબ છે. નિરંકુશ ક્રોધને ૌમ્ય-શાંત કરવાની ક્રિયા પણ કુટુંબમાંજ સધાય છે. એવી જ રીતે વધારે પડતી મમતા કે પક્ષપાત ઉપર પણ કુટુંબમાં અંકુશ આવી જાય છે “મારું બાળક” કે “મારા પતિ” વિ. મમતા ખાટું રૂપ પામી વિકસતી નથી પણ તે અંતરની ઊમિ બનીને વાત્સલ્ય ભાવમાં પરિણમે છે. આમ જોશું તે કુટુંબમાં કામ, ક્રોધ, લોભ અને મોહ ઉપર અંકુશ લાવવામાં મદદ મળે છે તેમજ અનેક જાતના સંબંધોને કારણે કર્તવ્યનું ખેડાણ પણ કુટુંબમાં વધે છે. કાકા-કાકી, ભત્રીજાની વહુભત્રીજી, નણંદ-ભોજાઈ એમ અનેક તરફનાં કર્તવ્યો બજાવવાં પડે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust