________________
(૩ર ) ઉદ્ધત વાર ના વિતી તુવોrat | तृणं वात्येव दुष्टा स्त्री । भ्रमयत्यचिराचरं ।। ९९ ॥ અર્થ:ઉદ્ધત સ્વછાચારી તથા દુર્વચનરૂપી રજને ઉડાડતી એવી વાયુસરખી દુષ્ટ સ્ત્રી તૃણની પેઠે પુરુષને એકદમ ભમાવે છે.
ये बहिर्महिमाधारा । उदारा राजपूजिताः ।। गृहायाता कुभार्यातो । दासवत्तेऽपि विभ्यति ।। २०० ॥
અર્થ:–જે પુરુષ બહાર મહિમાવા ઉદાર તથા રાજાના માનીતા છે, તે પણ ઘેર આવ્યા કે દાસની પેઠે કુંભાર્યાથી ડરતા રહે છે. જે ૨૦૦ છે
अपरीक्ष्यादृतं पाते । विशीण कूटहेमवत् ॥ कलत्रं क्लेशयत्येव । नरं सर्वस्वनाशतः ॥१॥
અર્થ–પરીક્ષા કર્યાવિના સ્વીકારેલું ખોટું સુવર્ણ છેવટે જેમ વિખરાઈને સર્વ ધનના નાશપૂર્વક કલેશ આપે છે, તેમ કુભાથી પણ તેવું જ ફળ મળે છે. જે ૧ |
एकमत्र मया तात । बालेनापि निदर्शनं ॥ वस्तुतत्वेक्षणं चक्षु-स्तानॊयिकं निगद्यते ॥ २ ॥
અર્થ:–આના સંબંધમાં હે પિતાજી! હું બાલક છતાં પણ વસ્તુતત્વ જોવામાં બીજાં લેચનસરખું એક દષ્ટાંત આપને નિવેદન કરું છું. જે ૨ છે
तथाहि भारतं क्षेत्र-मिदमस्त्यत्र चित्रकृत् ॥ पुंस्त्रीगजाश्वरत्नानि । जायते यत्र धान्यवत् ॥ ३ ॥
અર્થ:–આ જંબદ્વીપમાં એક ભરત નામે આશ્ચર્યકારી ક્ષેત્ર છે, કેમકે તેમાં પુરૂષ, સ્ત્રી, હાથી, ઘોડા તથા રત્ન ધાન્યની પેઠે ઉત્પન્ન થાય છે. જે ૩ છે
तत्रास्ति हास्तिकाश्वीय-राथ्यपौरप्रपूरिता ।। पूरिताशेषविद्वेषि-भयोल्लापा वराणसी ॥ ४ ॥
અર્થ:–તેમાં હાથી ઘોડા રથ તથા નગરના લેકેના સમૂહથી ભરેલી તથા જ્યાં વચનમાત્રથી પણ શત્રુનો ભય નથી એવી વારાણસી નામની નગરી છે. ૪
भूपाल, पालयामास । राज्यं तत्र महाबलः॥ संतप्ता यत्मतापेन । वनं भेजुररातयः ॥५॥