________________
णमोत्थु णं अणुओगधारीणं । શ્રી આરામોદ્ધાર-પ્રવચન-શ્રેણી
( વિભાગ ત્રીજો )
પ્રવચનકાર–પ૦પૂત આગદ્ધારક આયશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–પૂર આ૦ શ્રી હેમસાગરસૂરિ મહારાજ સ્થળ–શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ઉપાશ્રય, ભૂલેશ્વર-મુંબઈ સમય-સં. ૧૯૮૮ ના ચાતુર્માસ દરમ્યાન
પ્રવચન ૯૬ મું.
ભાદરવા શુદિ ૧૨ રવિવાર સાવિદાયથી વારિ વાતારિણે ના િ wયાણાનસમુarનિ મથractrણામંડનિ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ધર્મ બહારની ચીજ નથી, ધર્મ ચીજ આત્માની માલિકીની અને કબજાની છે, પછી જે મનુષ્ય ધર્મનું સ્વરૂપ ન સમજે તે કસ્તુરીયા મૃગની પેઠે ભલે ભટક્યા કરે. એની હૂંટીમાં કસ્તુરી હોય તેની શ્વાસ દ્વારા નાકમાંથી ગંધ આવે છે. એ ગંધને કસ્તુરીની ગંધ તરીકે સાચી સમજે છે. સમજ્યા પછી કસ્તુરી કયાં છે તે ખેળવા નીકળે છે. દશે દિશાએ ફરે છે અને પછી પાછે આ દિશાએ આવે છે અને ઘૂમ્યા કરે છે. કારણ-કસ્તુરીયા મૃગને પિતાની હૂંટીમાં જ કસ્તુરી રહેલી છે