________________
પ.આગામૌઢાકી – 00000 ભાગ્યાતા) હંસ
[ પૂ આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીએ પિતાના જીવન દરમ્યાન સૂક્ષ્મ રીતે ચિંતન-મનન બળે તેમજ પ્રૌઢ પ્રતિભા અને વિશિષ્ટ ક્ષયે પશમાનુસારે આગમિક પદાર્થોના રહસ્યનું આલેખન સિદ્ધચક” માં વિ. સં. ૧૯૮૮માં સ્વતંત્ર નિબંધરૂપે શરૂ કરેલ, તેના ચાર હપ્તા પૂર્વના ચાર વર્ષના પ્રથમ પુસ્તકમાં આપેલ છે.
જિજ્ઞાસુઓએ ગુરૂગમથી આ નિબંધની બાબતે ખૂબ જ ગંભીરતાથી ધારવા જેવી છે.
સં.] શ્રી નદિવર્ધનની માગણી કબૂલ કેમ થઈ?
ભગવાન મહાવીર મહારાજા દીક્ષા લેવાને માટે જે વખતે સંકલ્પ કરે છે, તે વખત પહેલાં એક વર્ષ પૂર્વે નંદિવર્ધનના દુઃખ નિવારણ માટે અને પિતાને દીક્ષાકાળ અવધિજ્ઞાનથી બે વર્ષ પછી થવાને દેખીને બે વર્ષ ઘરમાં રહેવાની માગ કબૂલ કરેલી છે. આવી રીતે બે વર્ષ ઘરમાં રહેવું છે કે મહારાજા નંદિવર્ધનના આગ્રહને લીધે કબૂલ કર્યું છે, પણ તે કબૂલ કરવું કેટલું દુઃખિત મને (અરૂચિપૂર્વક) હશે તે તેમની કબૂલાતની વખતે કરેલી શરતેના વચનથી સમજી શકાય તેમ છે. શ્રીનંદીવર્ધનની મદશા
નંદિવર્ધન! મેં ગર્ભ અવસ્થામાં કરેલી જે પ્રતિજ્ઞા હતી કે માતપિતાના જીવન પર્યત હું પ્રવજ્યા અંગીકાર કરીશ નહિ તે મારી પ્રતિજ્ઞા પૂરી થયેલી છે, માટે હવે મારે તે દીક્ષા પ્રયત્ન કરે તે જ ઉચિત છે. આ વચન સાંભળીને નંદિવર્ધનજી વા