________________
૧૭૪
વાવ-૫ -૩ પ્રકૃતિ-વિકૃતિપણને વિચાર
સાંખ્યમતવાળાએ જેમ પ્રકૃતિ વગેરેની ઘટના જગતના પદાર્થોને અંગે કરી છે, તેમ અહિં પણ એમ કહી શકાય કે વેદનીયઆદિ ચાર અઘાતી કર્મે માત્ર વિકૃતિરૂપ એટલે વિકારરૂપ છે. એ ચાર અઘાતી કર્મો અન્ય પ્રકૃતિને બાંધવાનું કારણ બનતા નથી, તથા જ્ઞાનાવરણીય આદિ મોહનીય સિવાયના ત્રણ ઘાતકર્મો એ માત્ર પ્રકૃતિરૂપ છે, એટલે આત્માના ગુણેને ઘાત કરી લે છે. એટલે એ વિકાર છે, પણ એને બીજો વિકાર થતું નથી તેથી કેઈની પ્રકૃતિરૂપ થતા નથી, પણ તે કરેલા ગુણઘાતથી નવા કર્મને બંધ થવા રૂપ વિકૃતિ થતી નથી, પણ અવિરતિ એવી પ્રકૃતિ-વિકૃતિ રૂપે છે, તેથી મેહનીયને ઉદય પ્રકૃતિ -વિકૃતિ રૂપ છે.
એટલે મેહનીયને ઉદય એ છે કે તે પહેલાના બાંધેલા કર્મોનાં ઉદયરૂપ હેવા સાથે બીજા પણ કર્મોના ઉદયને કરનાર થવા સાથે બંધને પણ કરાવનાર થાય છે.
ટૂંકમાં કહીયે તે જ્ઞાનાવરણીયના ઉદયથી થયેલ જ્ઞાનના અભાવરૂપ એવું જે ઔદયિક અજ્ઞાન તે કર્મબંધનું કારણ બનતું નથી.
કદાચ કહેવામાં આવે કે મિયાત્વ અવિરતિ આદિની સાથે બંધના કારણ તરીકે શ્રીતત્ત્વાર્થકાર વગેરે શાસ્ત્રકારોએ અજ્ઞાનને ન લીધું હોય તે શ્રીઆવઋનિર્યુક્તિ તથા પિંડનિર્યુકિતને કરનાર શ્રીભદ્રબાહુસ્વામીજીએ તે ચેકખા શબ્દથી જ સંસારના ત્રણ કારણ જણાવતાં અથવા પિંડશુદ્ધિના ભેદે જણાવતાં મિથ્યાત્વ અને અવિરતિની સાથે અજ્ઞાનને જણાવેલું છે. માટે અજ્ઞાન કમબંધનું કારણ જ નથી એમ તે કહી શકાય નહિં. પણ તે અજ્ઞાન સંસારના કારણ તરીકે જે ગમ્યું તે કયું? અને બંધના ચાર કારમાં તે અજ્ઞાનને કેમ ન ગયું?