________________
વર્ષ-૫ પુ -૩
૧૯૩ શુદ્ધદેવ, શુદ્ધધર્મ અને શુદ્ધગુરૂ ઉપર જે મહારાપણાને રાગ છે તે રાગ તે નેહરાગજ છે. અલબત્ત શુદ્ધદેવાદિકે ઉપર તેઓ શુદ્ધ છે તેથી રાગ હેઈ શકે, પરંતુ તેમના ઉપર પણ મારાપણાથી મમત્વવૃત્તિ તે રાગ ન જ હોઈ શકે. તમે આસ્તિક છે, આત્મા અનાદિ છે, ભવને સંબંધ અનાદિ છે, અને કર્મ પણ અનાદિના છે, એવું અંતઃકરણથી માનતા છે અને અમુક વ્યક્તિને તમારી સાથે અનેકભવને સંબંધ હોય અને તે વ્યક્તિ ઉપર તમેને તે સદ્ગુણી રહેવા માટે જે રાગ થાય તે તત્વરાગ હોય અને તે રાગને નિરા સાથે સીધો સંબંધ છે, પરંતુ એ વ્યક્તિ સાથે તમારે ભભવને સંબંધ છે, એ વિચારે તમારે એ વ્યક્તિ ઉપર જે રગ થાય તે રાગ હરાગ હેઈને તેને અને નિર્જરાને જરાપણ સંબંધ નથી.
હવે તમે એમ કહેશો કે ગમે તે કારણથી પણ ગુણી ઉપર રાગ હેય તે તે ગુણાનુરાગ કહેવા જોઈએ, તે તમે સદ્ગુણી ઉપરના રાગને ગુણાનુરાગ શા માટે કહેતા નથી? તમારા આવા પ્રશ્નને જવાબ એ છે કે આપણે સદ્ગુણી ઉપર ગુણી તરીકે જે રાગ ન હેય તે સગુણ ઉપર આપણે રાગ રાખ્યો છે, એટલાજ કારણથી તે રાગ ગુણાનુરાગ કહેવાતું નથી. રાણી પિતાના બાળકે ઉપર રાગ રાખે છે. રાજમાતા પાટવીપુત્રને સ્તનપાન કરાવે છે, તેમાં એ માતાને એ હેતુ નથી કે આ બાળક દેશનો રાજા છે માટે મારે રાજપુત્રને સ્તનપાન કરાવવું જોઈએ. તે તે એ બાળકને પુત્રપણાથીજ પિષે છે. અગર કે પેલે બાળક રાજા છે, રાજમુકુટ તેને શિરે મૂકાવાને છે એ સ્પષ્ટ છે, છતાં માતાને તેના ઉપર રાગ એ તે પુત્ર તરીકે જ રાગ છે, રાજા તરીકે રાગ નથી જ. ભગવાન મહાવીર મહારાજ જીવ્યા ત્યાંસુધી ગણધર ભગવાન ગૌતમદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી નહતી, પરંતુ તેઓશ્રીનું કેવળજ્ઞાન રોકાઈ રહ્યું હતું તેનું કારણ શું?
૧૩