________________
વર્ષ-૫ ૫-૩
૨૦૯ આવ્યું કે મોક્ષમાર્ગમાં અગ્રગણી થવાનું તે દૂર રહ્યું. પણ પેલી વેશ્યા ગળે વળગી ! રાજ્ય ગળે વળગ્યું!! ઉપાધિ વધી પડી II દાન દેવાની રીતિઓ
ઉચિતદાન, કીર્તિદાન, એ બધા દાન જ છે અને એ બધા દાનમાં ઘરમાંથી કાઢી આપવાની વાત છે. તે પછી એ સઘળા દાનમાં એકલું સુપાત્રદાન એ જ સારૂં શાથી? સદાચારથી!! જે દાનમાં સદાચાર છે જે દાન ત્યાગની ભાવનાથી અપાય છે, ત્યાગ માર્ગને પિષવાના કાર્યમાં જે દાન વપરાય છે તે સુપાત્રદાન છે અને તેથી જ સુપાત્ર . દાનની મહત્તા શાસ્ત્રકારે કહી છે. કીર્તિદાન, અનુકંપાદાન, ઉચિતદાન એ સઘળા દાન છે, પરંતુ એ સઘળા દાનને દાતા સદાચારવાળે ન પણ હેય! સુપાત્રદાન કરવાની વૃત્તિને ગ્રાહક એ દાતા તેજ સદાચારવાળે છે. બીજા ઉપર તમે સદાચારની છાપ મારી શકે તેમ નથી! દાન-દાન એકલું બોલ્યા કરશે તેથી દહાડે વળવાને નથી. બાકી દાનની મહત્તાને ધ્યાનમાં લે તે જ તમારું કલ્યાણ છે.
ઉચિત દાન એ સાદું છે ઉચિત દાનમાં પાછા મળવાની વાત રહેલી છે, બદલે મળવાનું તત્વ રહેલું છે. કીર્તિદાનમાં જગત વાહ વાહ કરે છે. અનુકંપાને પાત્ર કેણ? જે દુઃખથી હેરાન થાય તે ! જે દુઃખથી ઘેરાયેલે હાય, દુઃખમાં પડેલો હોય તે અનુકંપાને ગ્ય છે. પણ સાધુ કંઈ દુઃખમાં ઘેરાયેલા હતા નથી અથવા સંકટથી બચવાની બુમ મારતા નથી તે પછી તમે સાધુને દાન આપે છે એ કઈ ભાવનાથી? સાધુને “બિચારે” કહે છે એમાં તમે શું કરે છે? તેને વિચાર કરો. સાધુને બિચારો કહે એટલે તો એના આત્માને અને તમારા આત્માને પણ તમે અન્યાય કરે છે. સાધુ બિચારે નથી, ગરીબડો નથી. એને આત્મા તે સિંહ જેવો છે. જોઈએ એ બળવાન છે. વિષય-કષાને જીતવામાં જોઈએ તેટલે શક્તિશીલ છે. જેના ઉપર દરદ, દુખ, ઉપસર્ગને હલે છે તેવાને દેવામાં વધારે ફળ છે એવું શાસકારો કહે છે. અને
૧૪