________________
વર્ષ ૫ પુ
૨૩૩ મળે ત્યારે ત્યારે હંમેશા સામાયિક કરવાને માટે ઘણીવાર કરવાને ઉપદેશ છે, ત્યાં જ ખરેખર શ્રમણે પાસકપણાની પ્રાપ્તિ છે. સમ્ય કૃત્વ સામાયિકવાળાને રાગાદિ પ્રમત્તતા અનર્થકારક છે. એમ જણવીને કારક સમ્યકત્વ તેને બીજે પર્યાય જે અપ્રમત્ત દશા છે, તે રૂપ એકાગ્રતાને ઉપદેશ છે અને શ્રત સામાયિકવાળાને એ સંસારના હેતુ છે અને એ રાગદ્વેષ એકબીજા વગર થવાવાળા નથી એમ જણાવીને એકકે પક્ષને સ્વીકાર નહિ કરવાથી મધ્યસ્થપણાના પ્રયત્નને ઉપદેશ કરીને અને સમ્યક્ષતના ફળને ઉદ્દેશ છે,
પ્રશ્ન ૫૫–સામાયિક કેમ પમાય એ દ્વારમાં (૧) મનુષ્યપણું વગેરે તેર (૨) આલસ્યને ત્યાગ વગેરે તેર (૩) યાન, આવરણ વગેરે સાત (સા. વિ૮૪રૂ) (v) દર્શન વગેરે ચાર (ા નિ ૮૪૪) અને (૫) અનુકંપા વગેરે જે અગ્યાર હેતુ કહ્યા છે. (ા નિ ૮૪૬) તે પરસ્પર અવિનાભાવી છે કે વિનાભાવી છે? સહચારી છે કે અસહચારી છે?
ઉત્તર–તેમાં (૧) મનુષ્યપણું વગેરે તેર, કર્મ કરીને દુર્લભ છે અને સહચર છે. (૨) આલસ્યને ત્યાગ વગેરે તેર કાઠિયા તે પ્રતિબંધના અભાવના સમૂહરૂપે સંભવધાર્યું છે. (૩) મહાવ્રતરૂપી યાન વગેરે તે સાધતા સ્વરૂપ છે. (૪) દર્શન વગેરે તે સ્વસ્થાન સ્વતંત્ર છે અને (૫) અનુકંપા વગેરે તે પરંપર હેતુઓ હેઈને સહચર અને અસહચર પણ હોય છે. જેમાં આ ગાથાથી બાલતપથી અકામ નિર્જરા વગેરેનું અલગપણું અંગીકાર કરે છે. તે ઉછું ખલા મતિવાળા (અજ્ઞાની સમજવા) છે. કારણ કે અહીં એની ગંધ પણ નથી, કારણ કે અનુકંપાદિકમાં સકામ નિર્જરાને - નિયમ નથી. તેઓએ તેનાં દષ્ટાંતે જેવા જોઈએ. (ક્રમશઃ ચાલુ)