________________
વર્ષ ૫ -૩
ર૭૭ અને તે બદલાની આશા વગર પિતાની ફરજ વિચારીને આપે છે અને તે પછી છેવટની કક્ષાએ મારાથી ભલે વ્રત અનુષ્ઠાને ન થાય, પણ મારે પૈસો તે એવા કાર્યની સેવામાં વપરાય છે ને? એવી ભાવનાથી દાન આપે છે. આ બધા અપૂર્ણ આત્માને પૂર્ણત્વની કક્ષાએ જવાના પગથીઆ છે; સુપાત્ર દાનની મહત્તા પણ અહીં જ છે. મારી પૌગલિક સંપત્તિ એ સંયમ માર્ગ મોક્ષ-માર્ગની સેવામાં તે વપરાય છે ને એ દાનની ભાવના જ્યાં છે સુપાત્રે દાન છે અને તેથી જ સુપાત્રે દાનની મહત્તા પણ ગાવામાં આવી છે. શીલધર્મનું મહત્વ
દાન શોભે પણ તે શીલથી જ શોભે છે. જે શીલ ન હોય તે દાનની શોભા જરાય નથી. જો તમે દાનને જ ધર્મ કહી દેશે તે ધર્મ શ્રીમંતને ત્યાં રજીસ્ટર થઈ જશે. શ્રીમતે દાન આપતા જશે એટલે બીજા ભામાં પણ તે દાનથી વધારે વધારે શ્રીમંત થતા જશે અને ગરીબોની એ સ્થિતિ આવશે કે તેઓ દાન ન આપી શકવાથી ભવભવાન્તરેમાં વધારે અને વધારે ગરીબાઈમાંજ આવતા જશે.
વારૂ! જેનામાં દાન આપવાની શક્તિ નથી પણ મેક્ષની પૂરેપૂરી ભાવના છે, તે જે અશક્તિને લીધે દાન ન આપે તે તેમાં તેને દેષ પણ શે કાઢવાને હોય? ધારો કે એક માણસ ધાડ પાડીને પૈસા લાવે છે અને એ પૈસાને ઉપગ તે આંગી કરવામાં કરે છે તે શું એ તમે વ્યાજબી ગણશો? એટલાજ માટે દાનની સાથે શીલ હેય તે જ તે દાનની મહત્તા ગણવામાં આવી છે. દાન શેભે છે તે સદવર્તનવાળાનું જ લે છે બીજાનું નહિ. દાન દીધું પણ તે સદ્વર્તનથી જ દીધું અને દાનથી સદ્વર્તન પ્રાપ્ત થયું તે મેક્ષે જવાને માર્ગ સહેલે થયે સમજી લેવું, પરંતુ જે દાન દીધું અને ભાવનામાંથી અથવા સદ્વર્તનમાંથી ખસી ગયા તે પછી હતા ત્યાંના ત્યાં!