________________
વર્ષ-પ. પુ-૪
૨૧૭ વળી નયસાપેક્ષ રીતે વિચારીએ તે એમ પણ કહી શકાય કેજિનશાસનની અપૂર્વ વિશિષ્ટતાઓને લીધે હડહડતે આ પાંચમ આરે અપેક્ષાએ ચેથા આરા કરતાં પણ આરાધકે માટે મહત્વને છે. કળિકાળસર્વજ્ઞ પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ વાત શ્રી વીતરાગસ્તોત્ર (પ્રકાશ ૯ લે.) માં પણ જણાવી
सुषमातो दुष्षमायां, कृपा फलवती तव (प्रभोः)। मेरुतो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः ॥१॥
ભગવાન જિનેશ્વરેની મહેરબાનીથી ત્રીજા અને ચોથા આરા કે જે સુષમ દુષમ અને દુષમ સુષમ તરીકે ગણાતા હેઈ સુષમાકાલને નામે ઓળખી શકાય, તે ત્રીજા ચેથા આરારૂપી સુષમાકાલમાં જે ફલ થયું હતું, તેના કરતાં આ દુષમા નામના પાંચમા આરામાં ભગવાનના શાસનનું ફલ ઘણું જ વખાણવા લાયક છે. જો કે મોક્ષપથની આરાધના બને તે આરામાં અને આ પાંચમા આરામાં પણ સરખીજ છે, અર્થાત્ મોક્ષપથની આરાધનામાં કાલભેદે કેઈપણ ભેદ નથી. છતાં ત્રીજે અને એથે આરે અન્ય કેવલજ્ઞાનીઓ અને મનઃ પર્યાય આદિજ્ઞાનવાળાના સમાગમને લીધે મેરૂસમાન હતું, પણ આ પાંચમે આરે તે અન્ય કેવલજ્ઞાની આદિના અભાવવાળ હોવાથી મરશમિ જે છે, માટે તે પાંચમા આરારૂપ મરૂભૂમિમાં આપની (ભગવાન્ જિનેશ્વરેની) મહેરબાનીરૂપ શાસનપ્રણાલિકારૂપ જે કલ્પ વૃક્ષ તે અત્યંત વખાણવા લાયક છે, એટલે શાસનની આરાધના કરી એક્ષપંથે પ્રયાણ કરનારા માટે તે આ પાંચમે આરો કઈ પણ પ્રકારે ઉપેક્ષા કરવા લાયક નથી, પણ અત્યંત અનુમેદવા લાયક છે. મેરૂમાં રહેલાં કલ્પવૃક્ષે કરતાં મારવાડમાં રહેલ કલ્પ. વૃક્ષ અત્યંત પ્રશંસાને પામે છે. ૧ ભગવાન જિનેશ્વર મહારાજાઓ પ્રશસ્ત કે અપ્રશસ્ત બન્ને પ્રકારના રાગે
કરીને રહિત હોય છે અને તેથી તેઓને જેમ પ્રશસ્ત અપ્રશસ્ત બને