________________
૨૧૩
વર્ષ-૫ ૫-૩ તેવું તમારું શીલ હોય તે એ શીલ નભે નહિ. તમે ધર્મ શા માટે સ્વીકારે છે તેને વિચાર કરે. ધર્મને સ્વીકારવાનું કારણ એક જ છે કે આત્માને કર્મરૂપી કચરામાંથી બચાવી લે! આપણે ધર્મ કે છે?
“મહાજન મારા માથા ઉપર પરંતુ મારી ખીંટી ન ખસે !” એવો આપણે ધર્મ પાળીએ છીએ. ધર્મ, દેવ, ગુરુ બધા ખરા પણ મારા શરીરને આંચ આવવી ન જોઈએ. શરીરને આંચ ન આવે તે બધાને માનવા, પણ જે શરીરને આંચ આવતી હોય તે તે વખતે બધાથી દૂર! આ સ્થિતિને ધર્મ પાળીએ તે એ ધર્મ માણસને ખરેખર ઉંચે લાવી શકે નહિ.
મહાવીર મહારાજ માબાપની ખાતર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા એ કબુલ પણ જે વખતે કાઉસગ્ગમાં રહ્યા છે તે સમયે તેમણે દર્શાવેલી દઢતાને વિચાર કરે. માતા ત્રિશલા આવે છે. હાયપીટ કરે છે પણ તેની અસર થતી નથી, નંદિવર્ધન જોઈએ તેટલો જુલમ કરે છે, ઘરમાંથી કાઢી મૂકે છે પરંતુ તેની અસર થતી નથી. ભગવાન સામે પણ જોતા નથી. આ વસ્તુને વિચાર કરે અને પછી આગળ પગલાં ભરો.
ધર્મના કાર્યમાં આપણને શરીરની, માબાપની, બૈરી છોકરાંની બધાની ખીલી આડે આવે છે. આ ખીલી રાખવી છે અને ધર્મ સાધે છે એ કદાપિ પણ બની શકે મહિ. માટે શાસ્ત્રકારોએ તપ આગળ કર્યું છે. તપ એટલે શું? ચાલતા ચાલતા પગમાં કાંટે વાગે. પગ પાકી આવે અને તાવ થાય! તાવમાં ન જમાય, તે એમ ન માની લેતા કે તમેએ ઉપવાસ કર્યો! એટલા માટે જ શાસ્ત્રો કહે છે કે જાણી જોઈને કર્મના સામે પૂરે સામને કરે તેજ તપ છે. ભાવની મહત્તા
આમ દાનશીલ અને તપની મહત્તા ગાવામાં આવી છે. પણ એ સઘળું ત્યાગની ભાવનાપૂર્વકનું હોય તે જ તેની મહત્તા છે