________________
૨૦૬
આગમ જીત સુપાત્રે દાનની મહત્તા ગાઈ છે તેમાં પણ હેતુ છે. જૈન શાસનની કેઇપણ ચીજ હેતુ વગરની છે એમ માનશે નહિ. - ઘર્મને નામે આકાશમાંના તારા ચંદ્રમા જેવા પદાર્થોને ફાડી તેડી નાંખવાના ગપાટાએ આ શાસનમાં નભી ન જ શકે, અહીં તે ક્રિયાઓ પણ છે તે સઘળી હેતુપૂર્વકની જ. જીવને અનાદિકાળથી સ્વભાવ છે કે લેવું-લેવું અને લેવાની વાત એ જીવને ગમે છે. અનાદિ કાળથી લેવાના વ્યાપારમાં જીવ રાજી છે એણે લેવાય તેટલું લીધું છે. શક્તિ કરતાં વધારે લીધું છે અને જ્યારે જ્યારે એને મળ્યું છે, ત્યારે ત્યારે એ રાજી થયા છે. હવે આત્માના એ સ્વભાવમાંજ ફેરફાર કરવાની વાત છે. એ ફેરફાર કેટલે છે એક અક્ષરને પણ એ ફેરફારમાંજ આખા જીવનની કિંમત છે. આત્મા આજ સુધી લેવું એ જ સમજેલ હતું. હવે એ લને સ્થાને “દ” મૂકવાની વાત છે.
પહેલાં એ વાત હતી કે લેવું, હવે એ વાત છે કે દેવું પહેલાં લેવું એમાં મહત્તા હતી. હવે તે મહત્તા ઉડી ગઈ હવે દેવામાં મહત્તા આવી અને તે સાથે જ સુપાત્રે દાનની વસ્તુ પણ ઉભી થઈ આપવું એમાં મહત્તા ખરી, પણ કોને આપવું આપવું એને અર્થ એ નથી જ કે આપવું એટલે ફેકી દેવું. દાન એ પણ ત્યાગના કેન્દ્ર ઉપર ચઢવાની સીડી છે. જેમ સીડીના એક પછી એક પગથી ચઢીએ અને સીડી પુરી થાય તે જ પ્રમાણે મેક્ષના કેન્દ્ર ઉપર જવાને માટે પણ જૈન શાસને પગથીયા નિમેલા છે અને તે પગથીઆમાં દાન પણ એક પગથીઉં છે. મોક્ષના પગથીયારૂપે દાનની મહત્તા
પહેલો એ સમય હતે કે પૌગલિક પદાર્થોમાંથી જીવની મમતા છુટતી જ નહોતી, તેને બદલે હવે એ સ્થિતિ આવી કે “આપીશું તે મળશે” એ ભાવનાથી પણ આપવાની વૃત્તિ જાગે છે. તે પછી આત્મા જરા વધારે ઉંચા વિચારવાળો થાય છે