________________
વર્ષ-૫ ૫-૩
૧૭૯ મિથ્યાત્વની ભયંકરતા
આત્માને પિતાને આત્મા તથા પુદ્ગલ અને સ્વાધીન છે. પરંતુ તે છતાં મિથ્યાષ્ટિ આત્મા પેલા ગટરના ગંધાતા પાણીના કીડાની માફક જ આત્મામાં રમણ કરવાનું છેડી દે છે, અને તે મહાખાઈને તાબે થઈને પુદ્ગલમાં જ રમણતા કર્યું જાય છે ! આ દષ્ટિએ જોઈએ તે મિથ્યાદષ્ટિ જીવ કરતાં તે નાનકડી કીડી સારી છે !
મિથ્યાત્વી સારો કે કીડી સારી ?
નાની કીડી એ એક મૂંગું જાનવર છે, તે છતાં તે નિરંતર મીઠાશને જ તપાસે છે, કીડી પિતે મીઠાશમાં પહોંચી શકે કે ન પહોંચી શકે એ એક જુદી વાત છે, પરંતુ તે છતાં તે હંમેશા મીઠાશને જ તપાસતી રહે છે. તમે વચ્ચે સાકરને કડકે, ચેખો કે બાજરીને દાણે મૂકે અને તેની ચારે બાજુએ પાથરે તે એ કીડી એ રાખેડીની ચારે બાજુએ જોઈએ તેટલા આંટા મારશે. એક આંટાથી એ કીડી કદાપિ પણ કંટાળી જઈ પિતાને માર્ગ છેડતી નથી. રાખડાની ચારે બાજુએ કીડી સંખ્યાબંધ આંટા મારે છે અને પછી તે સાકર, ચેખાને દાણે કે બાજરીને દાણે જે હાથમાં આવે તે ઉપાડી જાય છે.
આ સઘળા કાર્યમાં કીડીની ધારણા જુએ તો તે એક મીઠાશ ઉપર રહેલી છે. મનુષ્ય પણ એ કીડીના ઉદ્યમ ઉપર જ ધ્યાન રાખવાનું છે. કીડી મિઠાશ મેળવી શકે કે ન મેળવી શકે કે પરંતુ તેની ધારણા તે મીઠાશ ઉપર જ રહેલી છે. તે જ પ્રમાણે આત્માએ પણ મોક્ષ મળે કે ન મળે તે પણ ધ્યાન તે હંમેશા મક્ષ ઉપર જ રાખવાનું છે. જે સમકતી જીવ છે તેણે બરાબર એ કીડીનું જ અનુકરણ કરવાની જરૂર છે.