________________
૧૯૭
આગમ જીત વગેરે ઉપર દ્વેષ રાખવે એ પણ કર્તવ્ય છે. મિથ્યાત્વાદિ ઉપર પણ જેમ જેમ વધારે છે રાખશે તેમ તેમ તમે મેક્ષની વધારે નજીક જશે. મિથ્યાત્વાદિ ઉપરના શ્રેષને અને નિર્જરાને સંબંધ છે, ઘાતકર્મની નિર્જરાને અને દેવાદિતા રાગને સંબંધ છે.
શુદ્ધ દેવાદિના તીર રાગે તીવ્ર નિર્જરા?
શુદ્ધદેવાદિકની ઉપરને રાગ જેમ તીવ્ર છે તેજ પ્રમાણે નિજ પણ તેટલી જ તીવ્ર થવા પામે છે, જેટલા પ્રમાણમાં અહીં રાગ છે તેટલાજ પ્રમાણમાં અહી નિર્જરા પણ તીવ્ર સમજવાની છે. સમ્ય. કુવાદિ ઉપર જેટલે તીવ્ર રાગ છે તેટલી જ તીવ્રપણે નિર્જરા પણ થાય છે. આજ વસ્તુ પર નવકારમંત્રમાં “ના મસ્તિતા” અરિ શબ્દ રાખવામાં આવ્યા છે. નવકારમંત્રમાં કઈ પણ સ્થળે કર્મ શબ્દ કહેવામાં આવ્યા જ નથી. કર્મ એ શત્રુ છે, અરિ છે, દુશમન છે, પરંતુ છતાં તેનું નામ સરખું પણ નવકારમંત્રમાં ન લેવામાં એ મુદ્દો રહે છે કે જૈનશાસનમાં પર તરીકે રહેલા શત્રુ અને મિત્ર એ બંને સમાન છે.
સામાયિક એટલે?
જૈનશાસનમાં શત્રુ અને મિત્ર અને સમાન છે. માન અપમાન બંને સરખાં છે અને તેને જ સામાયિક ગણવામાં આવ્યું છે. વસ સ્થાવર જેમાં સમાનતા રાખવાની છે, સ્વજન અને પરજનમાં સમાનતા રાખવાની છે, માનાપમાનમાં જેમ સમાનતા રાખવાની છે તેમજ શત્રુમિત્રામાં પણ સમાનતા રાખવાની છે, જો એ સ્થિતિ હોય તે જ તે સામાયિક છે. જે એ સ્થિતિને અભાવ હોય તે એ વખતનું સામાયિક જ નથી, છતાં કર્મ ઉપર શત્રુભાવ તે રાખવાને જ છે.