________________
૧૮૨
આગમ જ્યોત પામ્યા પછી આત્મા જે સાધ્ય ચૂકી જાય તે જ તે રખડપટ્ટીએ ચઢે છે. જે તે સાધ્ય ચુકેલે હોતો નથી તે તેને રખડપટ્ટી કરવાની રહેતી જ નથી! જેમ કીડી ગમે ત્યાં જતાં ગમે તેવા પ્રયત્ન કરતાં માત્ર મીઠાશને જ પિતાના એક ધ્યેય તરીકે રાખે છે, તે જ પ્રમાણે જે આત્મા પણ આત્માના સ્વરૂપ તરફ જ નજર રાખે છે તે તે આત્મા વહેલે મોડે પણ એ આત્માના ધ્યેયરૂપ આત્મતત્વને જરૂર મેળવી શકે છે ! કીડીની દષ્ટિ પદાર્થ તરફ હેતી નથી, પરંતુ તેનું લક્ષ્ય મીઠાશ તરફ જ હોય છે. બધી વસ્તુ સાચી છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ તે મીઠાશ જ છે એમ તે માને છે. એ જ પ્રમાણે સમકિતીનું પણ એ જ લક્ષ્ય હોય છે કે ગમે તે પ્રકારે આત્માના ગુણેને પ્રકટ કરવા, ત્યાં જ મારા કાર્યની સિદ્ધતા છે, અન્ય રીતિએ મારા કાર્યની સિદ્ધતા નથી! સમકિતીનું લક્ષ્ય
આત્માના ગુણે પ્રકટ કરું એ સિવાય સમકિતીનું બીજું લક્ષ્ય હતું જ નથી. સમ્યક્ત્વવાળ કોણ છે? એ જાણવા માટે સમકિતીનાં લક્ષણે દર્શાવવામાં આવ્યા છે કે દેવ-ગુરુ વગેરેની ભક્તિ, ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ ઉપર રાગ, તથા ધર્મ, ગુરૂ અને દેવના વૈયાવચ્ચમાં પિતાની શક્તિ પ્રમાણે નિયમે, એ સઘળાં સમ્યકત્વનાં લક્ષણે છે. પરંતુ સમ્યકત્વના આ લક્ષણે બીજાનું સમ્યકત્વ જાણવા માટેને છે. પિતાના આત્માનું સમ્યકત્વ જાણવા માટે શમઆદિ પાંચલિંગના નિયમ બતાવ્યા છે. વ્યવહારથી શુદ્ધ દેવાદિને માનવા સમાદિને ધારણ કરવા, ગુરૂ ઉપર રાગ રાખવે, ધર્મ ઉપર રાગ રાખો, દેવગુરૂના વૈયાવચ્ચમાં પ્રવર્તવું એ સઘળું સમ્યકત્વનું કાર્ય થયું ગણાય છે. આ વસ્તુ એવી છે કે તેમાં કેઈને પણ વિરોધ આવી શકવાને નથી. સઘળાને જ આ વસ્તુ કબુલ રાખવી પડે તેવી છે. પણ અહીં એક ઘણું જ મુશ્કેલ અને મહત્વને સવાલ ઉઠે છે. આ સવાલ શું છે? તે તપાસીએ.