________________
વર્ષ–૨ પુ-૩
૧૮૭ રાગજન્ય ધર્મ મુશ્કેલીમાં મુકી દે છે.
પણ એજ સ્થિતિ અહીં શુદ્ધ દેવાદિકની છે. સુદેવ, સુગુરૂ ને સુધર્મ એ ત્રણે પદાર્થ રત્ન સમાન છે, અલંકાર સમાન છે, હીરામોતી સમાન છે, પરંતુ તેને પણ દુર્જનથી બચાવી લેવાની આવશ્યકતા છે, ક્ષાવિકભાવથીજ સુદેવ, સુગુરૂ અને સુધર્મ આરાધવાના છે, એ આરાધનાની અંદર જો બીજું કોઈ ભળી ગયું અને મારા તારા પણું ઘુસી ગયું, બીજે કોઈપણ વિચાર પેસી ગયે તે સમજી લેજો કે ઘરેણાની દુનેના હાથમાં ગયા જેવીજ પરિસ્થિતિ અહીં ઉદ્ભવે છે.
શ્રીમાન નંદીવર્ધનને પ્રસંગ અહીં વિચારવા જેવો છે. નંદીવર્ધનને ભગવાન શ્રીમહાવીરદેવ ઉપર અનન્ય રાગ હતે. હવે ભગવાન શ્રી મહાવીરદેવ કઈ ગમે તેવા સામાન્ય ન હતા. લગવાન શ્રી મહાવીર ભગવાન તે સુદેવ હતા. વીતરાગસ્વરૂપ હતા. સર્વ ગુણ સંપન્ન હતા, નંદીવર્ધન પણ ભગવાનની એ મહત્તાને જાણતા હતા. આ સઘળું જાણ્યા છતાં પણ નંદીવર્ધનને પણ ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર રાગ હતું તે માત્ર તેઓ તીર્થકર ભગવાન હતા એટલા પુરતેજ ન હતું, પરંતુ ભગવાન પિતાના ભાઈ છે, તે વસ્તુ પણ ત્યાં ઓતપ્રેતપણે સામેલ હતી. વ્યકિત રાગ ભયંકર છે.
ભગવાન શ્રી મહાવીરદેવના સંબંધમાં શું બોલવાનું હોય? જગતમાં જેમના સમાન બીજા સુદેવ નહિ. જેમની જોડીને બીજે શાસવેત્તા નહિ, કે જેની જોડીને બીજે પવિત્રાત્મા નહિ, એવા સાધુ પુરુષ ઉપર રાગ! કહે એ રાગ જરા પણ અગ્ય વ્યક્તિ પરત્વે હતો? નહિં, પરંતુ તેમ છતાં એ રાગમાં એ દષ્ટિ પણ સામેલ હતી કે આવા મહાન સુદેવ તે મારે ભાઈ થાય છે! શ્રીમાનું નંદીવર્ધનને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર દેવપણને રાગ તે ખરો જ, પરંતુ તે સાથે ભાઈ તરીકેનો રાગ પણ તેમનામાં અપૂર્વજ રહેલે હતે.