________________
મક તે ઠીક છે,
તા ટળી શકે. માનવાથી પડ્યું -
૧૮૬
આગમ જાત સામેજ આવી ઉભી રહેશે. તમારી મુશ્કેલી શુદ્ધદેવાદિને માનવા છતાં પણ દૂર થઈ શકવાની નથી. ધર્મ પણ નુકશાન કરે ખરે?
હવે અહીં તમને સહેજે એવી શંકા થશે કે કુવાદિકને માનનારાઓની મુશ્કેલી દૂર ન થાય અને તેમને નુકશાની ખમવી પડે એ તે ઠીક છે, પરંતુ સુદેવાદિકને માનવા છતાં પણ નુકશાન થાય અને મુશ્કેલી ના ટળી શકે તે પછી સુદેવાદિકને માનવાથી લાભ શો અર્થાત સુદેવાદિકને માનવાથી પણ તેમાં જે કર્મક્ષયને મુદ્દા ન હોય તે નુકશાન થાય છે એ વાત તમારું હૃદય કદાપિ પણ સહેલાઈથી કબુલ કરી શકવાનું નથી. તમારી બુદ્ધિ સહેલાઈથી આ વાત કબુલ ના કરે તે ભલે, પરંતુ જે તમે જરા વધારે વિચાર કરશે તે આ વસ્તુને તમે સારી રીતે સમજી શકશે.
તમે એક સાધારણ ઘરેણાનું જ ઉદાહરણ લે, ઘરેણું એ શોભા વધારનારી ચીજ છે કે શેભા ઘટાડનારી ચીજ છે? તમારે જવાબ એજ હોઈ શકે કે ઘરેણું એ શોભા વધારનારી ચીજ છે. પરંતુ એજ શેભા વધારનારી ચીજ ઘરેણું તમારું ઘર પણ મરાવે છે, એ વાત ભૂલી જવા જેવી નથી. તમે ઘરેણાં પહેરીને શ્રીમંતોને ત્યાં લગ્નમાં જાઓ તેને વાંધો નથી. સરકારી ઓફિસમાં ફરી આવે તેમાં વાંધો નથી. પરંતુ જો એજ ઘરેણાં પહેરીને તમે દુર્જનના વાડામાં ગમે તેમ રખડે તે એજ દુર્જને તમારા ઘરેણાની લાલચે તમારા ઉપર જાત-જાતની આપત્તિ લાવવા તૈયાર થશે, અર્થાત્ ઘરેણું એ શોભા વધારનારી ચીજ હોવા છતાં તે ચીજને પણ દુર્જથી બચાવી લેવાની અનિવાર્ય જરૂર છે. ઘરેણું શોભા વધારે છે, તમેને શણગારરૂપ છે. તમારી પ્રતિષ્ઠા વધારે છે પરંતુ એજ ઘરેણાની દુજનથી રક્ષા ન થાય તે એજ ઘરેણું તમારો કચ્ચરઘાણ પણ કરાવી નાંખે છે.