________________
૧૮૦
આગમ ત સમકતી જીવે પહેલાં આત્માના તત્વને ઓળખવું જોઈએ, આત્માના તત્વને ઓળખ્યા પછી એ તત્વને તે એક જ પ્રયત્નમાં મેળવી શકશે એવું કંઈ કહેતું નથી, કારણ કે આત્મતત્વરૂપી અમૃતની ચારે દિશાએ રાખેડા રૂપી ક વેરાયેલાં છે. પરંતુ આત્માની એ ફરજ છે કે તે આત્મતત્વ રૂપી મિઠાશને ન પામી શકે તે પણ તેણે એ દયેય-મીઠાશની માફક મોક્ષને પામવાનું ધ્યેય રાખીને કીડીના કાર્યની માફક આત્મતત્વરૂપી અમૃત મેળ વવાને પ્રયાસ તે કર્યા જ કરે જોઈએ. જે માણસ આવા પ્રયત્નમાં સતત મંડ્યો રહે છે અને પિતાનું આ કાર્ય છોડ જ નથી તેને જ આપણે સાચે માણસ કહી શકીશું અને એ માણસ આજે નહિ તે આવતી કાલે અગર મેડે પણ જરૂર એ મિઠાશ જેવા મેક્ષને પામી શકશે. કીડીના દષ્ટાંતે પશુની મહત્તા
આપણે મનુષ્ય કહેવાઈએ છીએ તે પણ આપણી દશા કેવી છે? તે આ ઉપરથી સારી રીતે ખ્યાલમાં આવી શકે એમ છે. આપણે એક વાર પ્રયત્ન કરીએ, બે વાર પ્રયત્ન કરીએ, ત્રણ વાર પ્રયત્ન કરીએ. પરંતુ જે તે પ્રયત્નમાં ન ફાવીએ તે આપણે પ્રયત્ન કરવા માંડી વાળીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે પ્રયત્ન કરતાં કુંજર કંટાળે છે કીડી કંટાળતી નથી?
અનાજના એક દાણાની ફરતે તમે ભીની રાખડીની લાંબી હાર કરશે તે જ્યાં સુધી એ રાખેડી લીલી હશે ત્યાં સુધી કીડીઓ એ રાખડીની હારની ચારે દિશાએ ફર્યા જ કરશે, પણ રાખેડીની હાર સુકાઈ ગઈ કે તરત એજ કડી સુકા રાખેડા ઉપર-ચઢીને પસાર થઈને પણ પિલા દાણુ પાસે પહોંચી જશે, અને તેમાંથી ઉપાડાય તેટલે દાણાને હિસ્સો તે જરૂર ઉપાડી જ લેશે.
અહીં જે મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે કીડીની એપ્રિયતા છે. કીડી રાખેડીની હાર લીલી હોવાથી એ હાર ઉપરથી ચડી જઈને