________________
૧૮
આગમ જ્યોત
આ સઘળાનું કારણ એ છે કે ધર્મના મહત્વથી હજી આત્મા અજ્ઞાન છે. દવાને ઉપયોગ કરતાં પહેલાં માણસ દવાના મહત્વને સમજે છે. તે જાણે છે કે દવા રોગ મટાડનારી છે. દવાનું આવું મહત્વ જાણ્યા પછી જ તે દવાને ઉપયોગ કરવાના સંબંધમાં વિચાર ચલાવે છે, જે દવાના મહત્વને જ જાણતા નથી તેને દવાને અંગે કાંઈ વિચાર કરવાને જ હેતું નથી. અર્થાત્ જે આત્મા વસ્તુની કિંમત સમજતું નથી તે આત્માને એ વસ્તુના સદુપયેગને અંગે વિચાર કરવાને હેતેજ નથી. એ જ પ્રમાણે જે ધર્મની કિંમત જાણ નથી તેને ધર્મના સદુપયેગને અંગે પણ વિચાર કરવાને હેતેજ નથી, માત્ર જેઓ ધર્મની કિંમત સમજે છે તેને જ એ ધમના સદુપયેગને અંગે વિચાર કરવાને હેય છે. સારા-ખેટાને વિવેક જરૂરી.
ધર્મનું મૂલ્ય સમજનારાને જ ધમને અંગે વિચાર કરવાને હેવાથી જેઓ મિથ્યાત્વના ગુણઠાણામાંજ રહેલા છે, તેમને ધર્મના સદુપયેગ-દુરૂપયેગને અંગે વિચાર કરવાને હેતે નથી. આત્માના તાબામાં અમૃતને ઘડો ભરે છે. પરંતુ “મારા તાબામાં અમૃત હોવા છતાં હું ગટરનું પાણી જ કેમ પીયા કરૂં છું?એવા વિચાર તેજ કરે છે કે જે અમૃતની મહત્તા અને ગટરના પાણીની હીનતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને નથી જાણતા તેને તે ગટરનું પાણી અથવા તે ગંગાનું પાણી અથવા તે અમૃત હોય, એને અંગે કોઈ પણ વિચારજ કરવાને હેતે નથી. એ જ દશા મિથ્યાત્વની છે. આત્મા અને પુદ્ગલ એ બંને પિતાને આધીન હોવા છતાં મિદષ્ટિની દષ્ટિમાં આમાં વતે નથી. ગટરનું ગંધાતું પાણી અને અમૃતને ભરેલે કુંભ એ બંને પાસે પાસે મુકેલાં હોય તે પણ જે જીવને અમૃતને અને ગટરના ગંધાતા પાણીને ખ્યાલ નથી, તે જીવ ગટરના પાણીમાં જ લીન થાય છે અને અમૃતના ઘડામાં લીન થવાનું પસંદ કરતા નથી.