________________
૧૭૭
વર્ષ૫ પુન છતાં તેના સદુપયેગાદિને તમે જાણતા ન હોવાથી તેને સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા ધર્મશાસ્ત્રકારે તેમને આપતા નથી. ધર્મ ઉપર માલીકી હક આત્માને છે.
ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે. આત્માને ધર્મ ઉપર સંપૂર્ણ કાબુ છે. પરંતુ ધર્મ એ કયા પરિણામે નિપજાવે છે તેની આત્માને માહિતી નથી. સૌથી પહેલાં વસ્તુની કિંમત ખ્યાલમાં આવવી જોઈએ. જ્યાં સુધી વસ્તુના મૂલ્યની ખબર નથી હોતી ત્યાં સુધી વસ્તુનું મહત્વ શું છે? તે દષ્ટિમાં આવતું નથી. વળી ત્યાં સુધી એ વસ્તુને સદુપયેાગ કયા પરિણામે નિપજાવે છે? તેને પણ ખ્યાલ આવતું નથી. કોઈને ત્યાં ધૂળ અથવા પત્થરથી ભરેલી બે ચાર થેલીઓ પડી રહી હોય તેને તેને સંતાપ થતું નથી, પરંતુ જે હુંડી એમને એમ પડી રહી હોય અથવા તે રૂપીયાની થેલી એમ ને એમ પડી રહી હોય તે તેને પેલાને શેક થાય છે, આ શેક થવાનું કારણ શું છે? તે તપાસશે તે માલમ પડશે કે તેણે ધૂળની કિમત ગણું નથી. પરંતુ રૂપીયાની કિંમત ગણે છે, અને તેથી જ તેને રૂપીયાને અંગે શેક થાય છે, પરંતુ ધૂળને અંગે શેક થતો નથી. વસ્તુની કિંમત જાણ્યાની મહતા
પડી રહેલી ધૂળને આપણે નકામી માની છે. એ ધૂળ ખરેખર જ નકામી છે કે કેમ? તે કાંઈ આપણે જાણતા નથી. કદાચ એજ ધૂળમાં સોનાની રજકણે પણ કેમ ભળેલી ના હોય ? અને તેની કિંમત લાખ રૂપિયાની કેમ ના થતી હોય તે પણ આપણે તે ધૂળને મૂલ્યહીનજ માનીએ છીએ. કારણ કે આપણે ધૂળની કિંમતજ ગણું નથી. એ જ પ્રમાણે જેને ધર્મનું મૂલ્ય નથી, જેના હૃદયમાં ધર્મનું મહત્વ વસ્યું નથી તે મનુષ્ય પિતાના આત્મામાં ધર્મ પડી. રહેલે હોવા છતાં તે ધર્મ તરફ તેની દષ્ટિ ખેંચાવા પામતી નથી.
આ. ૧૨