________________
૧૦૪
આગમ ત આમ કહેવાવાળાએ સમજવું જોઈએ કે આવશ્યકટીકાકાર મહારાજા ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે તે સંસારના કારણ તરીકે ગણાવાતું અજ્ઞાન જે છે તે જ્ઞાનના અભાવરૂપ ન લેવું, પણ મિથ્યાત્વના ગે વિપરીત સ્વભાવપણને પામેલું મિથ્યાત્વજ્ઞાન એટલે વિપરીતજ્ઞાનરૂપ અજ્ઞાન જ બંધના કારણ ગણવું, એટલે મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન મિથ્યાત્વ વિના પણ હેતું નથી તેમ મિથ્યાત્વ પણ તે અજ્ઞાન વિના હેતું નથી.
' અર્થાત મિથ્યાત્વ અને વિપરીત જ્ઞાનરૂપ અજ્ઞાન એ બને સહચારી જ છે અને તેથી એક ભેદ રહણ કરવાથી બીજો ભેદ પ્રહણ કર્યું જ કહેવાય, માટે બનેને જુદા જુદા લીધા નથી, અને સંસારના કારણપણામાં તે જ્ઞાનથી વિપરીત સ્વભાવવાળા અજ્ઞાનને જણાવવાનું એ કારણ છે કે તે અજ્ઞાન પ્રત્યે જીવને તેના સંસારકારણપણાને લીધે દ્વેષ થાય અને તે દ્વેષ મિથ્યાત્વ અને અવિરતિના ષિને જેમ પ્રશસ્તષ તરીકે ગણાય છે, તેવી રીતે આ વિપરીતસ્વભાવરુપ અજ્ઞાન ઉપર પણ સંસારના કારણપણને થતે શ્રેષ તે પ્રશસ્તષ ગણાય, અને જેમ મિથ્યાત્વ અને અવિરતિના દ્વેષનું પર્યવસાન મોહનીયના નાશ થાય તેવી રીતે અજ્ઞાનનું પર્યાવસાન પણ મોહનીયના નાશે જ થાય.
માટે બંધના હેતુતરીકે જ્ઞાનના વિપરીત સ્વભાવરુપ અજ્ઞાનને જ લેવાનું શાસકારે કહે છે તે વ્યાજબી જ છે.