________________
વર્ષ–પ, પુ-૧
પરમાર્થ દષ્ટિથી વિચાર કરીએ તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે એવા નિયમો કર્યા કે જે નિયમો સાથેનું વર્તન દેખીને કુટુંબીઓને તેમની ઉપરને મેહ ગળી જાય એટલું જ નહિ, પણ તે કુટુંબીઓ જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેવાની પ્રેરણ કરે. સ્નેહાધીનેને બળાત્કાર
સામાન્ય રીતિએ દુનિયામાં પણ બને છે કે કઈ પણ દીક્ષાર્થી બાઈ કે ભાઈ પર કેટલી જગ પર મેહાધીન કુટુંબીઓ બળાત્કાર કરે છે, જે તે દીક્ષાર્થીએ સામાયિક કરવા ઉપર માંડ્યું હોય, તે તેની સ્થાપના ઉઠાવી લે, તેને ચરવળ મુહપત્તિ ખેંચી લે, પુસ્તક ફાડી–તેડી નાખે, કરેલી તપસ્યાને ભંગ કરાવવાને માટે તેનું ઉકાળ્યું પાણું ઢળી નાખે, તેજ ઠામમાં કાચું પાછું ભરી દે, બળાત્કારે તેના મોઢામાં ચેકખી રીતે કાચું-પાણી રેડે, રાત્રિની વખતે પણ તેને પરાણે ખવડાવવા-પીવડાવવા માગે.
આવા ધર્મને ભ્રષ્ટ કરવામાં ભઠિયારા જેવા બનેલા કુટુંબીઓ ન હોય અને કંઈક સ્વત્વ ધરાવનાર દીક્ષાર્થીઓને રજા લેવાના રસ્તા કેઈક અંશે જે તે દીક્ષાથી બાઈ કે ભાઈ સ્વાધીનતા જોગવતા હોય અને જ્યારે જ્યારે કુટુંબમાં દીવાળી, દેવદીવાળી વિગેરે ખાનપાનની સગવડના નામે પ્રસિદ્ધ થએલા તહેવારો કે વિવાહ વિગેરે વરાએ પિતાને ઘેરે હેય, અને જે તે વખતે તેઓ ઉપવાસ વિગેરે કરી લે છે અને તે ફક્ત દીક્ષાની ઉમેદવારને જ અંગે એમ જાહેર કરે છે. તે તે દીક્ષાર્થી ભાઈ કે બાઈનું વર્તન નેહની સાંકળમાંજ સપડાએલા કુટુંબીઓને ઘણું જ અસહ્ય થઈ પડે છે, અને પરિણામે તે દીક્ષાથીને જોઈતી બધી સગવડે તે સ્નેહાધીન કુટુંબીઓને કરી દેવી જ પડે છે.
આ વસ્તુને ખ્યાલમાં રાખીએ તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની ઉપર જણાવેલી ચારે પ્રતિજ્ઞાઓ નેહાધીન