________________
આગમ ચેત
TILIIIIIIIIIII
વ્યાખ્યા- ૪
IIIIIIIIIIIIII.
(સં. ૨૦૦૨ના ભાદરવા સુ. ૧૫, વાર બુધ તા. ૧૨-૯-૪૬) વરના નવા રજુ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસુરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશમાં ડિશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેપારિભાષિક શબ્દની ઓળખાણ જરૂરી
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કરે છે. તે રખડતાં રખડતાં અનંતા પુદ્ગલ પરાવર્તે પસાર થઈ ગયાં. આ શબ્દ પ્રસિદ્ધ છે, પરંતુ તેને ખ્યાલ કર જોઈએ. મુદ્દગલ પરાવત એટલે?
અસંખ્યાતા વર્ષો થાય ત્યારે એક પલ્યોપમ, દશ કોડાકોડ પામે એક સાગરોપમ થાય, દશ કોડાકોડ સાગરોપમે એક ઉત્સર્પિણ તેટલા જ સાગરેપમે એક અવસર્પિણ, એવી અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણું જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્ત થાય. તેવાં અનંત પુદ્ગલ પરાવર્તે જીવ રખડ. અજ્ઞાનીઓની વિચિત્રતા - જેમ માંદાને લગીર ઉંનું આવે તે લેહી પડે, ઠંડું વાયુ કરે, પણ ન ગરમ કે ન ઠંડું સહાય. તેમ જીવ જેઓ માર્ગમાં આવ્યા નથી તેવાને યથાસ્થિત નિરૂપણ સેહાતું નથી, તેમ વગર નિરૂપણનું વાક્ય સોહાતું નથી. કેમ? જ્યારે ઉપરની વ્યાખ્યાનું નિરૂપણ કર્યું ત્યારે આ તે બધું કલ્પના કહી ઉભું રહે ને પૂછે ત્યારે આ જીવ ક્યારનો? એ પ્રશ્નન કરે.