________________
વર્ષ-૫ પુ-૩
અથવા મોક્ષદશા જે સમ્યગ્દર્શનાદિમય છે, તેનું ઉપાદાન આ સમ્યગદર્શનાદિ ત્રણ જ છે, એટલે સંસાર અવસ્થામાં થયેલ જ સમ્યગ્દર્શન આદિ ત્રણ વસ્તુ હતી, તે જ પરિપકવદશા પામેલી ત્રણે વસ્તુ મોક્ષમાં છે, માટે મોક્ષનું ઉપાદાન કારણ સમ્યગ્દર્શનદિને ગણે એ સ્વાભાવિક છે. જેનસૂત્રોની રચના કેના માટે?
વળી બીજી વાત એ પરા ધ્યાનમાં રાખવાની છે કે જે સૂત્રને અધિકાર મુખ્યતાએ શ્રમણ ધર્મને અને ગૌણતાએ અવિ. રતિસમ્યગ્દષ્ટિપણું કે દેશવિરતિ પણું પામેલાને હોય છે.
અર્થાત સમ્યગ્દર્શનની સિદ્ધિ થયા પછી એટલે જેને સમ્યગ્દર્શનની સિદ્ધિ થયેલી હોય છે તેને જ જેનસૂત્રને ઉપદેશ હેય છે, અને તેથી જ જૈનસૂત્રમાં સમ્યગ્દર્શનવાળાની કે દેશવિરતિવાળાની અહેરાત્ર ચર્યા કે જન્મ ચર્યા જેવું ક્રમબદ્ધ કઈ પણ કહેવામાં આવતું નથી.
તેથી વર્તમાનમાં પડિકમણું વન્દન પચ્ચકખાણ વગેરે જે અનુષ્ઠાન અવિરતિ કે દેશવિરતિવાળા કરે છે તે માત્ર સૂત્રમાં કહેલ સાધુઆચારને અનુસરીને પિતાપિતાની ભૂમિકા પ્રમાણે કરે છે.
વળી જૈનસૂત્રમાં જણાવેલ જે આચાર છે, તે મુખ્યતાએ મેક્ષની પ્રાપ્તિ માટે લેવા સાથે સાધુઓને માટે જ હોય છે, અને સાધુદશા તે સામાન્યરીતિએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પછી જ હોય છે.
એ જ કારણથી સમ્યગ્દર્શન વિના સમ્યગ્લાન હેય નહિં અને સમ્યજ્ઞાન વિના સમ્યફચારિત્ર હેય નહિં એ હકીકત જેનદર્શનમાં આબાલાંગનાને માન્ય છતાં ગણધર ભગવતેએ સાધુના આચારને દેખાડનાર એવા શ્રી આચારાંગને આગળ કરીને દ્વાદશાંગીની રચના કરી. '