________________
૧૬૭
વર્ષ-૫ પુ-૩
અર્થાત છકાયની દયારૂપી વસ્તુ શિષ્ય કબુલ કરેલી હોવાથી જ શાસ્ત્રકાર મહારાજશ્રીશવસૂરિજીને પ્રથમ જ્ઞાન હોય છે અને પછી દયા બને છે, એમ કહેવું પડયું.
આ વાત જ્યારે ધ્યાનમાં રાખીશું અને શિષ્ય તરફથી જ્ઞાનની કે જયણા-અજયણા પૂરતી કે જીવાજીવના ભેદ અને યાવત્ મોક્ષપ્રાપ્તિ સુધીની સ્થિતિ છે ત્યાં જણાવે છે, તેની પણ બિનજરૂરીયાતી સૂચવી હતી, એમ લઈશું ત્યારે જ ઘણા લવાશે ઈત્યાદિ આખું પ્રકરણ ઠેઠ સિદ્ધદશાપર્યનનું કહ્યું છે, તે સમજાશે, તેમજ ઉપસંહારમાં જે સમ્યગ્દષ્ટિએ આ છ જવનિકાયઅધ્યયનને પામીને અર્થાત્ છ જવનિકાયને બોધ અને શ્રદ્ધા મેળવીને સાધુ પણું અટલે જયણાપૂર્વકની પ્રવૃત્તિ અને છ વતે તે મેળવ્યાં છે, તે હવે તેની વિરાધના ન થાય તેમ પ્રવર્તવું એજ સાર રૂપે કહું છું, અને ભગવાન મહાવીર મહારાજે પણ એમ જ કહેવું છે, એમ સ્પષ્ટ કહ્યું છે તે સમજાશે.
આ બધું વિચારવાથી સ્પષ્ટ થશે કે છ જવનિકાયના પાલન માટે જ જ્ઞાનને સમ્યગ્દષ્ટિપણની ઉપયોગિતા સવીકારાઈ હતી. આચાર અને જ્ઞાનની પ્રરૂપણું
ઉપર જણાવ્યા પ્રમાણે આચારને માટે જ્ઞાનની આવશ્યકતા થઈ અને તે આવશ્યકતા માત્ર ગુરૂવાથી પૂરી થવાવાળી ગણાઈ અને તેથી પયું પાસના અથવા શુશ્રષાથી શ્રવણ,જ્ઞાન, પચ્ચકખાણ, આશ્રવનિરેિધ, સંવર, તપ, નિર્જર, ગનિષેધ, ભવસંતતિક્ષય અને મોક્ષ, એમ કુલ પરંપરા નિશ્ચિત સમજાવાઈ.
આ અપેક્ષાવાળા ગ્રંથમાં જ્ઞાન અને ક્રિયાને મોક્ષના માર્ગ તરીકે મનાવવાની ઘણી જરૂર પડી.