________________
? સાચી ધાર્મિક્તા
તમારા સંતાનનું ઐહિક ભલું ચાહે છે, એમને પિતાને સારે વારસો મળે, એમને દરિદ્રતાને અનુભવ ન કરે પડે એ માટે તમે ફીકર રાખો છે, તે જ પ્રમાણે ધર્મનું મહત્વ સમજવાને કારણે એમનું પરલેકનું પણ ભલું ઈચ્છે છે, તમે ચાહે છે કે તમારો પુત્ર અમિઓની પંક્તિમાં જઈ ન બેસે, તમે એ ફિકર રાખે છે કે તમારા પુત્રમાં સમક્તિને અભાવ ન રહે, તમે ઈચ્છે છે કે તમારે પુત્ર પાપાચરણને સેવનારો અને ઉત્પથગામી ન થાય, તમે ચાહે છે કે તમારા સંતાને દેવ, દહેરા, અને ગુરુના ઉપાસક બને, તેમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતો કે સામાયિક, પ્રતિક્રમણનું પાલન કરતા જોઈને આનંદ પામે છે.
પરંતુ આ બધાની પાછળ પણ અમુક પ્રસંગે તમારી હઠવૃત્તિ કે મારી ખીલી ન ખસે એવી વૃત્તિને” તમે વેગળી રાખી શકતા નથી !
તમારા પુત્રને ધાર્મિક બનાવવાની ભાવનાનું તમારું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઈ તમે વિહવળ બની જાઓ છે. મારે પુત્ર અતિધામિક ન બની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલી જ હોય છે અને એ ભાવના જ્યાં સુધી દૂર ન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન દે ત્યાં સુધી તમારે સમજવું કે સંસારની અસારતા અને ધર્મના ખરા મહત્વને તમે બરાબર સમજી નથી શક્યા!
પિતાના પુત્રની ધનવૃત્તિનું ક્ષેત્ર બહુ જ ટુંકું રહે એમ કદી કેઈપણ પિતાએ વાંડ્યું છે ખરું? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે ટી મર્યાદા ઉભી કરીએ છીએ? કે ઉલટે ન્યાય? ખરી રીતે તે પાપ પિષણથી પેદા કરાતા ધન માટેજ મર્યાદા બાંધવી જોઈએ. નહિ કે અનેક પાપથી સુક્ત કરનાર ધમની?