________________
આગમ યાત કુખમાં લાવતી વખતે જાતિ બાપુ એ વાકયથી મહાવીર મહારાજનું સિદ્ધાર્થ રાજાને ઘેર સંહરણ જ રાજ્યશ્રીને પ્રભાવે જ થએલું છે. અર્થાત સંહરણની વખતે જ સારી રાજ્યશ્રી હતી, ભગવાનની ગર્ભાવસ્થા વખતે પણ સામંત રાજાઓ વશ આવી ગયા તેથી રાજયશ્રી સારી રીતે વૃદ્ધિ પામેલી હતી, અને ભગવાને દીક્ષા લીધી તે વખતે પણ રાજ્યની ઘણીજ ચઢતી કળા હતી.
શ્રી કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ મહારાજાને જ્ઞાનમંદિરમાંથી નીકળતી વખતે જે પરિવાર જણાવવામાં આવે છે અને નરેન્દ્ર તરીકે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે પણ સિદ્ધાર્થ મહારાજાની મોટી રાજ્ય સ્થિતિ સમજવાને માટે બસ છે.
મહારાજા સિદ્ધાર્થને સૂત્રકારોએ ક્ષત્રિય ઉપનામે કેમ કહ્યા?
છે કે શ્રી કલ્પસૂત્રમાં ઘણી જગો પર સિદ્ધાર્થ મહારાજાને રાજા તરીકે જણાવેલા છે, છતાં કેટલેક સ્થાને સિદ્ધાર્થ મહારાજાને ક્ષત્રિય તરીકે અને ત્રિશલારાને ક્ષત્રિયાણી તરીકે જણાવવામાં આવેલાં છે, અને તેથી જેનશાની શૈલી અને તત્વને નહિ સમજનારાઓ પૂર્વાપર સૂત્રને વિચાર કર્યા સિવાય માત્ર ક્ષત્રિય અને ક્ષત્રિયાણ શબ્દ દેખીને એમ માનવા તરફ દેરાઈ જાય છેકે તેઓ સામાન્ય ઠાકર-ઠકરાણી તરીકે જ હતાં, પણ તેઓનું માનવું કે ઈપણ પ્રકારે વ્યાજબી નથી.
કારણ કે ભગવાન મહાવીર મહારાજનું સિદ્ધાર્થ મહારાજાને ઘેરે સંહરણ જેવું રાજ્યલક્ષમીની મહત્તાને અગે છે, તેવુંજ બલકે તેથી અધિકપણે તે સંહરણ બ્રાહ્મણકુલથી તે ક્ષત્રિયકુલના ઉચ્ચપણને અંગે કરવામાં આવેલું છે, અને તેથી તે ક્ષત્રિયકુલને કારણ તરીકે સૂચવવા ક્ષત્રિય અને ક્ષત્રિયાણી શબ્દ પણ કુલની ઉત્તમતા જણાવવા માટે સૂત્રકારને વાપરવા પડે તે એગ્ય જ છે.