________________
વર્ષ-૫ ૫-૧
પપ પુણ્યના પ્રશ્નારના ઉદયવાળા હોય છે કે જેના ઉદયથી તેઓ કંઈક દેષવાળા એટલે સાવદ્ય એવા પણ લેકોને ઉપકાર કરનારા એવા કાર્યને કરનારા હોય છે, અને તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી ભગવાન યુગાદિદેવે શિલ્પકળાદિનું કરેલું પ્રવર્તન સ્વરૂપે કરીને સાવદ્ય છે, છતાં લેકોના ઉપકારને માટે કર્યું છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
અર્થાત ભગવાન ઋષભદેવજી તરફથી થએલી લેકે પકાર પ્રવૃત્તિને જે પોપકાર તરીકે અમે આગળ જણાવીશું તેમાં સાવઘ, નિરવદ્ય, સાધિકરણ આદિના વિચારપ્રવાહને વહેવડાવવા પહેલાં જે શાસ્ત્રાનુસારી હોય તે શાસ્ત્રો તરફ નજર નાખવા પ્રયત્ન કરે. કપનાના કેયડા ગોઠવનારને ચેતવણી
પરંતુ તેમ નહિ કરતાં માત્ર પિતાની કલ્પનાથી ધારેલ અને કહેલ શાસ્ત્રવિરૂદ્ધ વાને વળગી રહેવા કે વળગાડી રાખવા પ્રયત્ન કરવામાં આવશે તે તે પ્રયત્ન કરનારને જ ભારભૂત છે. લેખક એના નિમિત્તરૂપ પણ નહિ બને એમ સ્પષ્ટ કરી હવે ભગવાન ઋષભદેવજી મહારાજના પરે૫કારિપણને અંગે કાંઈક વિચાર કરીએ. સુગલિયાઓની આહારસ્થિતિ
ભગવાન ઋષભદેવજીને અંગે પ્રથમ જે પરોપકારિપણું વિચારીએ તે એજ છે કે તેઓએ અગ્નિના સંબંધમાં મૂળથી બધી વ્યવસ્થા કરી.
હકીક્ત એવી છે કે ભગવાન રાષભદેવજી મહારાજના જન્મઅવસરની લગભગમાં કાળની પડતીને લીધે કલ્પવૃક્ષને મહિમા એ છે થઈ ગયે અને કલ્પવૃક્ષથી મળતી વસ્તુઓ બંધ થઈ એમાં બાહા ભેગનાં સાધને કલ્પવૃક્ષને મહિમા ઘટવાથી મળવા બંધ થયાં તેની જેટલી અડચણ તે જુગલીઆઓને પડી