________________
આગમ ત સમ્યગ્દર્શનાદિરૂપક્ષમાર્ગની આરાધનાની અપેક્ષાએ આરાધકપણું હોય છે, એટલું જ નહિ પણ દીક્ષા વખતે ભગવાન સિદ્ધને નમસ્કાર કરવાનું હોવાથી તથા તીથને નમસ્કાર કરે છે તેથી સર્વથા ગુણવાળાઓની અપેક્ષાએ પણ ભગવાન જિનેશ્વરે આરાધક ન હેય એમ કહી શકાય નહિ.
ભગવાન અજિતનાથજી મહારાજે શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિની સેવાપૂજા કરી છે, એવા શ્રી શત્રુંજય માહાસ્ય આદિના લેખેથી પણ ભગવાન જિનેશ્વરની આરાધકતા ન હોય એમ કહી શકાય નહિ.
આ ઉપરથી ત્રિલોકનાથ તીર્થકરોની તે ભવમાં આરાધદકશા ન હેય એમ કહેવું જૈનશાસ્ત્ર માત્રથી વિરૂદ્ધ થઈ પડે છે.
ભગવાન જિનેશ્વરેને આરાધક કેમ નથી માનતા?
" તે પણ ત્રિલેકનાથ તીર્થકરની આરાધકદશા ઉડાડી દઈ કેવળ તેમની આરાધ્ય દશા જ છે એમ માનવું પડે છે, તેનું કારણ ખુલ્લુ છે કે જે તીર્થકર ભગવાનની તીર્થકરના ભવમાં આરાધકદશા માનવામાં આવે છે તે આરાધકદશાએ પ્રવર્તવાવાળા શાસનના સરળ રસ્તે ચાલનારા પુરુષે ભગવાન તીર્થંકરના આરાધકપણાનું અનુકરણ કરવાવાળા થાય અને તે વાત તીર્થકરનું અનુકરણ કોઈ પણ જીવને કોઈ પણ અંશે મોક્ષમાર્ગના સાધન તરીકેનું પણ હાય જ નહિ એવા આગ્રહને લીધે તેઓને આમ કહેવું પડે છે.
પણ વસ્તુસ્થિતિએ સંપૂર્ણ કર્મોને ક્ષય કરી અવ્યાબાધપદને પામેલા સિદ્ધ ભગવાન સિવાય ચારે પદમાં આરાધ્યપણું હેવા સાથે આરાધકપણું સર્વથા હેય નહિ, એવું પંચપરમેષ્ઠીના સ્વરૂપને જાણનારે તથા માનનારા તે કહી શકે નહિ.