________________
૧૨૯.
આગમ જ્યોત
જાય છે ત્યારે આપણામાં દયા કેવી થાય? તે વિચારો! અરર! આ જેની દશા કે છતી હેડીએ ડૂબે છે. તીર્થકર નામકર્મની પૂર્વ ભૂમિકા
આ દષ્ટિથી વિચારે તે તીર્થકરને જીવ પહેલ વહેલે ક્યા વિચારમાં આવે? તે આવું પ્રવાહણ જેવું શાસન ભલભલા પાપીઓને વિસ્તાર કરનાર અનંત કર્મના બંધનેને તેડનાર આવું શાસન છતાં આ જ બિચારા સંસારમાં ડુબી રહેલા છે. જેમ નદી ઉપર ઉભેલા શૂરવીરે તારવાનું વિચાર્યું. કેમ બચવું? કેમ તારૂં? તે વિચારવાળે હેય તે જંપલાવી દે તે વખતે તેને જીવનને ન રહે-તે વિચાર જરૂર દેખે કે કઈ જગે પરથી જઉં, મને અડચણ ન આવે તેમ તારૂં. તીર્થકરના જીવની મનેદશા
તે પછી આ જીવની પરિણતિ થાય કે અરર! આવું અપૂર્વ જૈન શાસન! આવું કરવાનું સાધન! કલ્યાણનું કલ્પવૃક્ષ! છતાં આ જીવે આ દિશામાં કેમ? માટે બધાને સુધારીને કલ્યાણની દશામાં લાવું. આજ તીર્થકરનું બીજ. વીશ સ્થાનકનું તપ આરાધનાવાળા છે તેઓએ આ ખ્યાલમાં રાખવું. તપ-જપ-કાઉસ્સગ દ્વારા જે આરાધના થાય તેમાં બીજ કયું? તે જગતને તારવાની બુદ્ધિ. જગત આરંભાદિમાં આસક્ત. જ્યાં ત્યાગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર મય જહાજ ચાલી રહ્યું છે, તેને વળગીને પિતાને બચાવવાવાળા થતા નથી. માટે જ હું તેવું કરું કે જેથી તે બચાવ માટે તૈયાર થાય. વચન દ્વારા પરહિતની શકયતા
બીજા ને માર્ગે લાવવા કુમાર્ગથી ખસેડવાનું સાધ્ય હોય તે તે માત્ર વચન દ્વારાએ, માટે એવા પ્રયત્નવાળો થઉં આ બધા ઉન્માર્ગ છેડી સન્માર્ગે વળે. આ કારણથી તીર્થકરપણું બંધાય. આખા જગતને ઉપદેશદ્વારા માર્ગે લાવવાની બુદ્ધિ