________________
વર્ષ-૫ પુ-૧
૭૩ આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓ પિતાના વચનને અને હુકમને માત્ર નીતિ ગણે છે, અને તેની વિરૂદ્ધ વર્તવાવાળા જે કોઈ હાય, પછી તે ચાહે તે નીતિપરાયણ હેય, તે પણ તેને દુષ્ટ ગણને શિક્ષણીય ગણે છે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાએ વાસ્તવિક રીતે નીતિથી વિરૂદ્ધ વર્તનારા હોય તેવાઓને જ દુષ્ટ ગણી શિક્ષણીય ગણે છે.
આજ્ઞા મનાવવા માટે થપાયેલા રાજાઓને રાજ્ય અને રાજાને વફાદાર રહેવાને માટે સેગન અને પ્રતિજ્ઞાઓ કરાવવી પડે છે, અને તેવા સેગન અને પ્રતિજ્ઞા કરનારાઓને અને પાલનારાઓને જ તેઓ શિષ્ટ ગણે છે, ત્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા મહારાજાઓને માત્ર નીતિનું પાલન કરનારા જે કઈ હોય તેને શિષ્ટ તરીકે ગણવાનું થાય છે અને તેથી જ શિણાનાં છિ તથા એ નિયમ ખરેખર ત્યાંજ લાગુ થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે દિ શિવમાર્થાત શિષ્ટમાનુવર્તનદ્ અર્થાત્ નીતિમય માગને અનુસરવાથી જ ઉત્તમ પુરુષે શિષ્ટપણાને પામે છે, એ સામાન્યરીતે શાસ્ત્રને અવિચલ નિયમ છે.
આજ્ઞા માનવા માટે મનાએલા રાજાના રાજયમાં ઉપરનો શિષ્ટપણને નિયમ સંભવી શકે. કેમકે આજ્ઞા મનાવવા માટે થએલા રાજાના રાજ્યમાં તે એમજ કહેવું પડે કે ના: વિમાથાંતિ भूपवाक्यानुवर्तनात् अथवा नराः शिष्टत्वमायाँति राज्यधर्मानुवर्तनात અર્થાત્ રાજા અને રાજાના વાક્યને માને તે જ શિષ્ટ અને તેવા શિર્મોનું પાલન કરવું તે જ રાજધર્મ ગણાય અને તેવા શિષ્ટના પાલનને રાજધર્મ થવાથી તેવા શિષ્ટથી જેટલા બહાર રહે, પછી તે શિષ્યોને પીડા કરનાર છે કે ન હે, નીતિમાન છે કે ન હૈ, તે પણ તે સર્વને દુષ્ટ ગણી શિક્ષણીય ગણવામાં આવે, અને તેવી વખતે જ સત્તા અને શાણપણમાં પ્રતિસ્પાદ્ધપણું થઈ સત્તા આગળ શાણપણ શા કામનું? એમ કોક્તિ જાહેર થવાનો વખત આવે,