________________
હર
આગમ ત અર્થાત એક અસંયમ એટલે અવિરતિ એજ આ સંસારનું કારણ છે.
અજ્ઞાન અને મિથ્યાત્વ એ બે પણ સંસારનાં કારણે છે તે એને માટે કહે છે કે અજ્ઞાન અને આદિશબ્દથી જણાવવામાં આવેલું મિથ્યાત્વ એ બંનેનું ઉપષ્ટભક એટલે એ બેને ખડાં રાખનાર જે કે સંસારમાં હેય તે આ અસંયમજ છે.
તેથી સ્પષ્ટ શબ્દોમાં ભગવાન ટીકાકાર જણાવે છે કે આ અસંયમની આગલ તે મિથ્યાત્વ અને અજ્ઞાન એ બને ગૌણરૂપ થઈ ગયેલાં છે. જેવી રીતે આ ટીકાકાર મહારાજે સ્પષ્ટ શબ્દોમાં અને નિયુક્તિકાર તથા સૂત્રકારમહારાજે વનિતપણે અજ્ઞાન અને મિથ્યાત્વને અસંયમને ટેકે રહેવાવાળા અને અસંયમની આગળ ગૌણ થયેલાં જાહેર કર્યા છે, તેવી રીતે કેઈ પણ અન્યટીકાકારે અન્ય સ્થાને પણ મિથ્યાત્વ અને અજ્ઞાનને ઉપષ્ટભક ગણી ગૌણરૂ૫૫ણે જણાવ્યા નથી.
સંયમને મહિમા આ ઉપર જણાવેલી બધી હકીકત વિચારનારે મનુષ્ય શ્રીજિનશાસનમાં અને મોક્ષમાર્ગમાં અસંયમથી દૂર રહેવારૂપ જે સંયમ છે, તેની કેટલી બધી ઉચ્ચસ્થિતિ છે? તે સમજી શકશે. અને સંયમની શુદ્ધિ અને શ્રેયસ્કરતા માનવા ઉપરજ રત્નત્રયીની જડ છે, એમ ચોકકસપણે માનવાની ફરજ સમજશે.
આ કારણને બારીક દષ્ટિએ વિચારવાથીજ શ્રી સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનમાં મહાત્મા ભગવાન ગણધરમહારાજા આરંભ અને પરિગ્રહના પ્રત્યાખ્યાનથી જ્ઞાન, દર્શન, ચારિત્ર યાવત કેવલજ્ઞાન સુધીના બધા પદાર્થો ઉત્પન્ન થવાનું જે જણાવે છે, તે પણ ઘણું જ સહેતુક અને મનનીય છે એમ બરાબર સમજાશે.