________________
વર્ષ–૫, ૫ -૨
એટલે સ્પષ્ટ થયું કે અવિરતિની અવિરતિપણે શ્રદ્ધા થાય નહિ તેજ મિયાત્વ ગણાય. એટલે મિથ્યાત્વ જે તની અશ્રદ્ધારૂપ છે તેની જડ અવિરતિની અશ્રદ્ધામાં જાય છે, વળી જે અજ્ઞાનનામનું બંધ કારણ ગણાય છે તે પણ મિથ્યાત્વને લીધે જ છે, અને મિથ્યાત્વ ઉપર પ્રમાણે અવિરતિને પ્રતાપે છે એટલે સ્પષ્ટ થયું કે મિથ્યાત્વ અને અજ્ઞાન બને અવિરતિને અંગે છે. અજ્ઞાન એટલે જ્ઞાનને અભાવ કે ખરાબ જ્ઞાન?
લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે મિથ્યાત્વ એ આશ્રવાદિતત્વની હેપાદેયાદિપણે શ્રદ્ધા થાય નહિ તે રૂપ છે, અને અવિરતિ એ હિંસાદિઆશ્રવારેથી નહિ વિરમવા રૂપ છે.
એટલે મિથ્યાત્વ અને અવિરતિ એટલે અસંયમ તત્વની અશ્રદ્ધા અને વિરમણના અભાવરૂપ છે, પણ તે મિથ્યાત્વ અને અવિરતિની સાથે ત્રીજા બંધના કારણ તરીકે મનાયેલું જે અજ્ઞાન તે મિથ્યાત્વ અને અવિરતિની માફક અભાવરૂપ નથી. ' અર્થાત આ બંધના કારણોમાં જણાવેલ અજ્ઞાન તે જ્ઞાનાભાવરૂપ નથી. પણ વિપરીત જ્ઞાનરૂપ છે. આ અજ્ઞાન તે વિપરીત જ્ઞાનરૂપ હેવાને લીધે જ મિથ્યાત્વને આભારી છે. જ્ઞાનને અભાવ તે બારમા ગુણસ્થાનક સુધી હોય છે, પણ ત્યાં પ્રતિક્રમણ્ય કે સંસારના કારણ તરીકેનું અજ્ઞાન કહેવાતું નથી, કારણ કે ત્યાં બારમે ગુણઠાણે મિથ્યાત્વને સત્તાએ પણ અંશ હેત નથી.
આ બધી હકીકત ધ્યાનમાં લેવાથી ટીકાકાર મહારાજ જે એક અસંયમજ સંસારનું કારણ છે એમ જણાવે છે તે સમજાશે, એ વાક્યની વ્યાખ્યા કરતાં જણાવે છે કેઃ
असंयम एक एवाऽस्य संसारस्थ कारण, मशानादेरुपष्ट भकत्वात् तदुपसर्जनीभूतस्थात्,