________________
વર્ષ-૫ પુ-૧
૭૫ વગેરે માટે કરે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાઓ પ્રજાએ જે દુષ્ટના દમન અને શિષ્ટોના પાલનને અદ્ધિસમૃદ્ધિ અર્પણ કરેલી હોય તેને ઉપગ દુષ્ટના દમન અને શિષ્ટના પાલનને અંગે જ થાય. ભગવાન ઋષભદેવજી કુલકર તરીકે હતા કે?
ભગવાન ઋષભદેવજીના અધિકારને અંગે જે કે તેઓ નાભિમહારાજા કે જેઓ કુલકર એટલે વ્યવસ્થા કરનાર તરીકે હતા, તેમનાજ કુલમાં જન્મેલા હેઈ, જન્મથી તે વખતના સર્વ લેકના વ્યવસ્થાકારક ગણ શકાતા હતા, અને તેથી જ કેટલી જગે પર કુલકરના નામમાં ભગવાન ઋષભદેવજીનું નામ પણ કુલકર તરીકે ગણવામાં આવેલું છે, પણ ખરી રીતે ભગવાન ઋષભદેવજીને તે વખતના યુગલીયા એવા પ્રજાજને રાજા તરીકે પસંદ કર્યા ન હતા અને અભિષેક થયે ન હતું, ત્યાં સુધી ખુદ વ્યવસ્થા કરનાર તરીકે નાભિમહારાજાજ હતા અને તેથી તે નીતિની વ્યવસ્થા કરનાર કુલકર તરીકે ગણાતા હતા. રાજયકાલ પહેલાની યુગલીઆઓની નૈતિક સ્થિતિ
કાલના અવસર્પિણીપણાને લીધે ત્રીજા આરાના છેલ્લા ભાગમાં યુગલીયાઓ કે જેઓ પ્રથમ સર્વથા પાતળા રાગ-દ્વેષવાળા હતા, તેઓમાં રાગ-દ્વેષની માત્રા વધવા લાગી અને તે વધતી રાગ-દ્વેષની માત્રાએ ગુગલિયા સરખાઓને પણ અન્યાયના માર્ગ તરફ પ્રેરણ કરી અને જેમ જેમ વધારે વધારે કાળ પડતે આવ્યા અને તેને લીધે રાગ-દ્વેષની માત્રા અધિક અધિક થતી ગઈ, તેમ તેમ તે રાગ-દ્વેષની માત્રાની અધિકતાને લીધે, અપરાધની માત્રા પણ કાલાનુક્રમે વધવા લાગી, અને તેથી પહેલવહેલાં સામાન્ય અપરાધની ઉત્પત્તિ વખતે યુગલિયાઓને માટે પ્રથમ હાકારની નીતિને પ્રચાર થયે.