________________
આગમ જીત છે, પણ રિલેકનાથ ભગવાન તીર્થકર મહારાજના ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનની શૈલી તે પ્રવૃત્તિ કરનાર વગર તે ગુન્હેગાર કથંચિત બને જ છે. અર્થાત્ ગ જે મન, વચન અને કાય એમ ત્રણ ભેદે છે, તેનાથી થતી પ્રવૃત્તિ સર્વથા કમબંધન કરાવે એ નિયમ નથી. અર્થાત કરનાર કર્મથી બંધાય એવો નિયમ નથી.
જો કરનારે કષાયયુક્ત હોય તે કર્મ જંજીરથી જરૂર જકડાય. પણ કરનારે હોય છતાં પણ જે કષાય રહિત હોય તે કર્તા હેય છતાં પણ અંશે પણ કર્મથી જકડાને નથી.
એટલે શ્રીજનશાસનના મન્તવ્ય પ્રમાણે ગની પ્રવૃત્તિ એ કર્મબંધનું નિયમિત કારણ નથી, પણ એમની પ્રવૃત્તિ હેય કે ન હોય તે પણ કષાયની પ્રવૃત્તિ તે શું? પણ કષાયની હયાતી માત્ર પણ કર્મની જંજીરથી જકડાવનાર છે એમ નિશ્ચિત છે. છાસ્થનું ચિહ્ન
આ સ્થાને કેટલાકનું એમ કહેવું થાય કે જે કષાયની જ પ્રવૃત્તિ કે હયાતીજ જે જવાબદારી અને જોખમદારીની જડ છે તે પછી શાસ્ત્રકારોએ છઘસ્થપણાના ચિહ્ન તરીકે જીવની હિંસા અને જુઠું બોલવાપણું જે જણાવ્યું છે તે કેમ ઘટે? આ શંકાનું કથન પણ યુકિતસંગત નથી.
કારણ કે જેઓ અન્યમતના પ્રવર્તક દે અસુરોકંસને વંશ અને રાક્ષસવંશના નાશથી પિતાનું ઐશ્વર્યા મનાવીને દેવપણું મનાવે છે, તથા મહાભારતના યુદ્ધમાં અનેકવિધ અમાનુષિક પ્રપંચે રચનાર બનીને તેવાં જુઠાં બોલવામાંજ પિતાનું દેવત્વ દર્શાવે છે તેવાઓના દેવત્વને દૂર કરવા માટે જ આ બે ચિહે કહેવામાં આવ્યાં છે