________________
૮૦.
આગમ જ્યોત
શાસન અને જ્ઞાનની ઉન્નતિને ઉધમની જરૂર
તેથીજ અવસર્પિણીના પાંચમા આરામાં પણ અનેક વખત શાસન અને ધર્મને હાસ થયા છતાં પણ ઉન્નતિને સારી રીતે અવકાશ રહે છે, માટે શાસનના સુભટેએ ધર્મની અવનતિ ટાળવા અને ઉન્નતિ કરવામાં અવસર્પિણી શબ્દથી ભરમાઈને કઈ દિવસ પણ પાછી પાની કરવી નહિ. ઝાંખા દીવાથી સારા દીવાને દાખલ
ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ પણ ઓછા તેજવાળા દીવાથી ઘણા તેજવાળ દીવે પ્રગટે એવું દષ્ટાંત લલિતવિસ્તરામાં આપીને સામાન્ય બેધવાળા ધનગિરિજી સરખા ગુરુ મહારાજથી અધિક બોધવાળા વજસ્વામીજી સરખા શિષ્યો થાય એમ વનિત કરી અવસર્પિણી કાલને લીધે જ્ઞાનાદિમાં હાનિજ થાય એવી. માન્યતાને તેડી પાડે છે. દષમા કાલને લીધે હાનિ કેમ કહેવાય છે?
જો કે વર્તમાન પાંચમા આરામાં મેધા અને ધારણાદિકની હાનિના કારણ તરીકે દુઃષમાકાલને પ્રભાવ શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, પણ એ સ્થાને સ્થાને અવસર્પિણને પ્રભાવ ન જણાવતાં દુષમાકાલને જે પ્રભાવ જણાવે છે તેજ સ્પષ્ટ કહી આપે છે કે અવસર્પિણીને લીધે જ્ઞાનદિની હાનિ હેતી નથી.
બીજી વાત એ પણ વિચક્ષણેએ ધ્યાનમાં લેવાની છે કે સ્થાને સ્થાને શાસ્ત્રકારોએ દુઃષમા કાલને લીધે મેધા વગેરેની જણાવેલી હાનિ ગ્રના સંક્ષિપ્તકરણને અંગે માત્ર સંગતિપ્રદર્શક જ વાક્ય છે, પણ તે વાક નિયમપ્રદશક નથી.
(ક્રમશઃ ચાલુ)